મુખ્ય સમાચાર
News of Thursday, 18th August 2022

જમ્મુ-કાશ્મીરના અરનિયામાં એક આતંકવાદી ઠાર મરાયો : પાકિસ્તાની ડ્રોનથી છોડાયેલ હથિયાર અને દારૂગોળા જપ્ત

ઠાર મરાયેલ મોહમ્મદ અલી હુસૈન લશ્કર-એ-તૈયબા અને અલ બદરનો હતો મુખ્ય ઓપરેટિવ

જમ્મુ-કાશ્મીર : જમ્મુ કાશ્મીર કે જ્યાં આતંકીઓ સતત સક્રિય થવાના પ્રતન્તમાં લાગેલા હોય છે. ત્યારે સેનાના જવાન સર્ચ ઓપરેશન  ચલાવીને આતંકીઓની શોધખોળ કરીને તેમનો ખાતમો ખરવાની સંપૂર્ણ તૈયારીમાં છે. ત્યારે સેનાને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.  જમ્મુ અને કાશ્મીરના ટોફ ગામમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે અરનિયા સેક્ટરમાં શસ્ત્રો પુનઃપ્રાપ્તિની કામગીરી દરમિયાન પાકિસ્તાની આતંકવાદીઓ માર્યો ગયો છે અને એક પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે.

મોહમ્મદ અલી હુસૈન નામના આતંકીને સુરક્ષાદળોએ ઠાર કર્યો છે તો બીજી બાજુ ટોફ ગામમાં એક પાકિસ્તાની ડ્રોનથી છોડવામાં આવેલા હથિયાર અને દારૂગોળા જપ્ત કરવામાં આવ્યા છે. આ માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે.

મોહમ્મદ અલી હુસૈન લશ્કર-એ-તૈયબા અને અલ બદરનો મુખ્ય ઓપરેટિવ હતો

તેઓએ કહ્યું કે, પાકિસ્તાની ડ્રોનમાંથી છોડવામાં આવેલા હથિયાર અને દારૂગોળાની વસૂલાતના સંબંધમાં આ વર્ષે 24 ફેબ્રુઆરીએ અરનિયા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. જમ્મુના એક આરોપીએ ખુલાસો કર્યો છે કે, એક પાકિસ્તાની હેન્ડલર મોહમ્મદ અલી હુસૈન ઉર્ફે કાસિમ ડ્રોનને તોડી પાડવામાં મહત્વનો ભાગ ભજવે છે અને તે લશ્કર-એ-તૈયબા (LeT) અને અલ બદરનો મુખ્ય ઓપરેટિવ હતો.

આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે સતત પૂછપરછ દરમિયાન આરોપીએ અરનિયા હથિયાર છોડવાના કેસમાં પોતાની ભૂમિકા કબૂલ કરી અને બે સ્થાનોનો પણ ખુલાસો કર્યો કે જ્યાંથી ડ્રોનમાંથી છોડવામાં આવેલા હથિયારો અને દારૂગોળો છુપાવવામાં આવ્યા હતા. હથિયાર જપ્ત કરવા માટે સંબંધિત મેજિસ્ટ્રેટ સાથે પોલીસની ટીમ એક પછી એક ઘટનાસ્થળે પહોંચી હતી.

DGP મુકેશ સિંહે કહ્યું કે, "જો કે, પહેલા સ્થાન પર કોઇ પણ પ્રકારની જપ્તિ ન હોતી થઇ. પરંતુ બીજા સ્થાન પર ફલિયાં મંડલ ક્ષેત્રના ટોફ ગામમાં હથિયારો, ગોળાબારૂદ અને વિસ્ફોટકોનો એક જથ્થો જપ્ત થયો. જે સમયે પેકેટ ખોલવામાં આવી રહ્યું હતું તે સમયે આરોપીએ એક પોલીસ અધિકારી પર હુમલો કર્યો હતો અને તેઓની સર્વિસ રાઇફલ છીનવી લીધી. તેઓએ પોલીસ પાર્ટી પર ગોળી ચલાવી અને મોકો જોઇને ભાગવાની કોશિશ કરી હતી.

અધિકારીએ જણાવ્યું કે, જવાબી કાર્યવાહીમાં આરોપી આતંકવાદી ઘાયલ થયો અને ઘાયલ પોલીસ અધિકારીની સાથે તેને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જમ્મુમાં લાવવામાં આવ્યો. જ્યાં ઘાયલ આતંકવાદીએ દમ તોડ્યો હતો. પછી બોમ્બ નિરોધક ટીમની મદદથી પેકેટની શોધખોળ હાથ ધરવામાં આવી. ત્યારે પેકેટમાંથી એક એકે રાઇફલ, મેગેજીન, 40 AK રાઉન્ડ, એક સ્ટાર પિસ્ટલ, પિસ્ટલ રાઉન્જ અને ચીનના બનેલા નાના હાથગોળા જપ્ત કરવામાં આવ્યા છે. હાલમાં આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

(11:55 pm IST)