મુખ્ય સમાચાર
News of Thursday, 18th August 2022

ઝારખંડ કોંગ્રેસના 3 ધારાસભ્યોના વચગાળાના જામીન મંજુર : પશ્ચિમ બંગાળ પોલીસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ₹ 49 લાખ રોકડ લઈને જતા પકડ્યા હતા :

કોલકત્તા : કલકત્તા હાઈકોર્ટે બુધવારે ઝારખંડના વિધાનસભાના ત્રણ સભ્યોને વચગાળાના જામીન આપ્યા હતા, જેમની ગયા મહિને પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં 49 લાખ રોકડ સાથે મળી આવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. [ઇરફાન અંસારી અને ઓ.આર.એસ. v પશ્ચિમ બંગાળ રાજ્ય]

30 જુલાઈના રોજ, ત્રણ કોંગ્રેસના ધારાસભ્યો, ઈરફાન અંસારી, રાજેશ કછાપ અને નમન બિક્સલ કોંગારીને પશ્ચિમ બંગાળ પોલીસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ₹ 49 લાખ રોકડ લઈને જતા પકડ્યા હતા.

કોંગ્રેસના ત્રણ ભૂતપૂર્વ ધારાસભ્યો ઈરફાન અંસારી, રાજેશ કછાપ અને નમન બિક્સલ કોંગારી પાસેથી રોકડ મળી આવ્યાના એક દિવસ પછી, કોંગ્રેસ પક્ષના અન્ય એક ધારાસભ્ય કુમાર જૈમંગલ દ્વારા તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેઓએ લાંચ આપવા તેમનો સંપર્ક કર્યો હતો. તેમજ ઝારખંડ રાજ્યમાં સરકાર બદલવા માટે અનુકૂળ મંત્રી પદની લાલચ આપી હતી.

ત્રણ ધારાસભ્યોની વચગાળાની જામીન અરજી પર વિચારણા કરતી વખતે ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને અનન્યા બંદોપાધ્યાયની બેન્ચે નોંધ્યું હતું કે FIRમાં ફરિયાદીએ ઉલ્લેખ કર્યો નથી કે ત્રણ ધારાસભ્યોની એક દિવસ અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટના જણાવ્યા અનુસાર, આનાથી ફરિયાદની વિશ્વસનીયતા પર શંકા ઊભી થઈ છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા  મળે છે.

(7:32 pm IST)