મુખ્ય સમાચાર
News of Thursday, 18th August 2022

બેશક મોરપીછ જેવા કોમળ છીએ પણ યાદ રાખવું, મોરલીની સાથે સુદર્શનચક્રના પણ છીએ વારસદાર

કૃષ્‍ણ, કેમ લગાડો છો વાર? વહેલા આવો હળવો કરવા ભૂમિનો ભાર

રાજકોટમાં વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા સતત ૩૬માં વર્ષે કૃષ્‍ણ જન્‍મોત્‍સવની ઉજવણીનું ભવ્‍ય આયોજન : મવડી ચોકડીથી પેડક રોડ સુધીની દિવ્‍ય - ભવ્‍ય ધર્મયાત્રા પરંપરાગત રીતે નિકળશે : ધર્મયાત્રા પૂર્વે જન્‍માષ્‍ટમીની સવારે ૮ વાગ્‍યે મવડી ચોકડી ખાતે વિશાળ ધર્મસભા : સારા વરસાદ અને કોરોનામાં રાહતના કારણે ઉજવણી માટે કૃષ્‍ણ ભક્‍તોમાં વિશેષ ઉત્‍સાહ : આ વખતના ધર્માધ્‍યક્ષ તરીકે આપા ગીગાના ઓટલાના મહંત નરેન્‍દ્રબાપુ અને મહોત્‍સવ સમિતિના અધ્‍યક્ષ તરીકે ધર્મેશ પટેલ છે : ધર્મસભા અને ધર્મયાત્રામાં ઉમટી પડવા આયોજક સમિતિનું જાહેર આમંત્રણ : શ્રી રામના જીવન ચરિત્રને આપણે આંગણના માવજતથી ઉછેરેલા બગીચા સાથે સરખાવીએ તો એવું જણાય કે દરેક વસ્‍તુ સુયોજીત જગ્‍યાએ ગોઠવેલ છે : શું કરવું, શું ન કરવું તેની મથામણ મનમાં ચાલતી હોય. લોકો શું કહેશે તેનો છૂપો ડર હોય : મર્યાદાના વાડામાં બંધાયને જીવન વ્‍યતીત કરવાની ટેક હોય. આથી વિપરીત કૃષ્‍ણનું જીવન ઉબડ-ખાબડ કંટકોથી ભરેલી કેડીઓવાળુ છે. અમૃત સમા ફળ અને જડીબુટીઓ મોજુદ છે. કૃષ્‍ણ પંથ ખૂબ કઠીન છે. વિકરાળ પ્રાણીઓની ગર્જના છે, મનભાવક કલરવ કરતા પક્ષીઓની ગુંજ છે.

જયશ્રી કૃષ્‍ણ : જન્‍માષ્‍ટમી નિમિતે શકિત યુવા ગ્રુપ દ્વારા માલવિયાનગર પોલીસ સ્‍ટેશન પાસે નાગદમન અને કૃષ્‍ણની અન્‍ય બાળલીલાઓની ઝાખી કરાવતી કૃતિઓ બનાવામાં આવેલ છે.

જય કનૈયાલાલ કી... શ્રી કૃષ્‍ણ જન્‍મોત્‍સવ નિમિતે સામાકાંઠા વિસ્‍તારમાં ભગવતીપરા અને પેડક રોડ, બાલક હનુમાનજી મંદિર પાસે કેસરિયા ધજા - પતાકાથી વિસ્‍તાર શોભી રહ્યો છે.
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી... હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી... આ નાદ સમગ્ર રાજકોટ શહેરમાં અને શહેર બહાર ગુંજી રહ્યો છે. બે વર્ષ કોરોનાના કારણે જન્‍માષ્‍ટમીની ધર્મયાત્રા બંધ રહ્યા બાદ ફરી આ વર્ષે વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત કૃષ્‍ણ જન્‍મોત્‍સવ સમિતિ દ્વારા કૃષ્‍ણ જન્‍મોત્‍સવનું ધમાકેદાર આયોજન થયું છે. સમિતિ દ્વારા છેલ્લા એક મહિનામાં જન્‍માષ્‍ટમીને અનુલક્ષીને કાર્યક્રમોની હારમાળા સર્જવામાં આવી છે. કોરોનામાં રાહત અને સારા વરસાદ બાદ પ્રથમ વખત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ આવી રહ્યો છે. આ વખતે આઝાદીના અમૃત મહોત્‍સવની પણ ઉજવણી થઇ રહી છે. લોકોમાં લાલાને વધાવવાનો વિશેષ ઉત્‍સાહ છે. વિ.હિ.પ. પ્રેરિત ધર્મયાત્રા તા. ૧૯ શુક્રવારે રાબેતા મુજબના રૂટ પર નીકળનાર છે તે પૂર્વ મવડી ચોકડીએ તે દિવસે સવારે ૯ વાગ્‍યે ધર્મસભા યોજાશે. રાજકોટની જન્‍માષ્‍ટમીની ધર્મયાત્રા સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ ગણાય છે. ધરતી ઉપર વધી રહેલા અત્‍યાચારો અને પ્રજા વિરોધી પડકારોને નષ્‍ટ કરવા શ્રી કૃષ્‍ણ ભગવાન પુનઃ પ્રગટે તેવી પ્રાર્થના થઇ રહી છે.
શ્રીમદ્દ ભાવગતના દસમ સ્‍કંઘમાં વર્ણવેલ છે. આપણા મહાભારત વગેરેમાં શ્રીકૃષ્‍ણના અવતાકાર્ય વિશે વિસ્‍તૃત માહિતી આપેલ છે ભારતીય અને આધ્‍યાત્‍મિક જગતમાં શ્રીકૃષ્‍ણના અવતરના અનેક કારણો દર્શાવ્‍યા છે. ભગવાન વિષ્‍ણુના અનેક અનેક અવતારોમાં એક અવતારએ શ્રીકૃષ્‍ણનો છે ભગવાન શ્રીકૃષ્‍ણ આ ભારતીય જનમાનસના જનનાયક છે. તેના અવનારને પુર્ણ પુરૂષોતમ કહેવામાં આવેલ છે. પ્રાચીનકાળથી જ જયારે ધર્મ પરસંકટ આવ્‍યા છે. અને આસુરી શકિતઓએ દેવી શકિત પર આક્રમણ કર્યા છે ત્‍યારે ભગવાન શ્રીહરિએ અવતાર ધારણ કરી દેવી શકિતઓની રક્ષા કરેલ છે.શિવજી તથા અન્‍ય દેવતાઓને સાથે લઇ ક્ષીરસાગરમાં શયન કરતા જગતના અધિપતિ વિષ્‍ણુ ભગવાનની સ્‍તુતી કરી પૃથ્‍વીએ પણ કંસ વગેરે દૈત્‍યોના ત્રાસથી પૃથ્‍વી પરના તમામ જીવી દુઃખમાં ડુબી ગયા છે અધર્મ ધર્મ પર કબજો જમાવ્‍યો છે. ચારેબાજુમાં લોકો ભય ભીત બની ગયા છે. બ્રાહ્મણો, સાધુપુરૂષોપર જુલમ ગુજરવામાં આવી રહ્યા છે સમગ્ર પૃથ્‍વી પર અધર્મનું સામાજય વ્‍યાપી રહ્યું છે ધર્મ ભકિત તથા જ્ઞાનનો નાશ થઇ રહ્યો છે. આવી સ્‍થિતિમાં શ્રી કૃષ્‍ણએ અવતાર ધારણ કર્યો હતો.


ભગવાન શ્રી કૃષ્‍ણ કોણ છે?
ભગવાન શ્રી કૃષ્‍ણ પુરૂષોતમ છે, તરબ્રહ્મ પરમાત્‍મા  છે. ભગવાન શ્રીકૃષ્‍ણ, જડ-ચેતન, ચર-અચર-સૃષ્‍ટિના અધિપતિ છે. ભગવાન શ્રીકૃષ્‍ણ સુષ્‍ટિના સંહર્તા છે. જીવોનાં કર્મોના કર્મફળદાતા પણ તેઓ જ છે ભગવાન શ્રીકૃષ્‍ણ ભકતવત્‍સલ પણ છે ભકતોના આર્ત પોકારને સંભાળે છે અને ભકતોને ભયમાંથી મુકત પણ કરે છે. પુરૂષોતમ ચેતના માનવ શરીર ધારણ કરીને આ પૃથ્‍વી અવતરી તે જ ભગવાન શ્રીકૃષ્‍ણ છે. જીવોના આંતરબાહ્ય દુશ્‍મનોમાંથી તેઓ જ જીવોને મુકિત આપે છે. ભગવાન શ્રીકૃષ્‍ણ ભકતોની પ્રાર્થના સાંભળી છે અને તેનો પ્રતિસાદ પણ આપે છે.
કૃષ્‍ણ ભગવાનના બાળ સ્‍વરૂપને ભક્‍તો સૌથી વધુ પસંદ કરે છે. કારણ કે આ બાળ સ્‍વરૂપમાં તેમણે અનેક લીલાઓ કરીને ભક્‍તોને ભાવવિભોર કર્યા હતા. તો ચાલો તેમના જન્‍મોત્‍સવ પ્રસંગે યાદ કરીએ તેમની આ બાળલીલાઓને.
યશોદાએ એક વખત જણાવ્‍યું કે ખૂબ માખણ ખાવાથી તેના વાળ બળભદ્ર જેવા લાંબા નહી થાય. આ સાંભળતા જ શ્રીકૃષ્‍ણ એ જણાવ્‍યું કે મને ખબર છે કે આપ મને માખણ-રોટલીની કેમ ના પાડો છો ? યશોદાએ પૂછયું કે કેમ ? કૃષ્‍ણએ જવાબ આપ્‍યો કે બલરામ મને કહેતા હતા કે આપ મારી માતા નથી. એટલે આપ મને માખણ આપતા નથી આ સાંભળતા જ યશોદાએ શ્રી કૃષ્‍ણને છાતી સરસો ચાંપી લીધોઅને માખણ આપ્‍યું અને કહ્યું કે બલરામ ખોટું બોલે છે મારા લાલ* તુ પણ મારો નટખટ કાનુડો છે.


ગૌપ્રેમી ગોવાળીયો
કૃષ્‍ણને ગાય પ્રત્‍યે અનહદ પ્રેમ હતો દરેક ગાયને શ્રી કૃષ્‍ણના સમયમાં ગોકુળમાં જન્‍મ લેવાનો આવકાર મળતો. શ્રી કૃષ્‍ણ ગાયોને માતા સમજી આદર આપતા. સામે ગાયોને પણ સમાન આદરભાવ હતો. એક દિવસ એક ગાય નંદબાબાને ત્‍યાં ઉભી રહી ગોપાલ બહાર આવે તેની રાહ જોઈ રહી હતી. ગાય પોતાનું દૂધ શ્રી કૃષ્‍ણને આપવાની ઈચ્‍છા ધરાવતી હતી, ગાયને આપોઆપ દૂધ આવી રહ્યું હતું. શ્રી કૃષ્‍ણની ગાય પર નજર પડતાં જ તેમણે તે દૂધ પીવાનું શરૂ કર્યુ. યશોદા આ બધું જોઈ રહ્યાં હતા. તેમણે વિચાર્યું કે ગાય કેટલી નસીબદાર છે તેમણે મનોમન ગાયને નમસ્‍કાર કર્યા !
ગોપીઓને માખન ચોરીને જ પરેશાન ન હતા કર્યા તેઓ અન્‍ય રીતે પણ પરેશાન કરતા હતા. ગોપીઓની મટકી ગિલોલથી ફોડીને હસતા હતા. પણ હકીકતમાં એવું હતું કે, કૃષ્‍ણને બાળલીલામાં જ મટકાસુરનો વધ કરવાનો હતો. જે માટલામાં છુપાઈને ફરતો હતો. કૃષ્‍ણનું કર્મ હતું એટલે તેઓ એને શોધવા માટે માટલી ફોડતા. એક વખત માટલી ફૂટી કે મટકાસુરના રામ રમી ગયા.


કૃષ્‍ણની વિશેષ બાળ લીલાઓ
જન્‍માષ્ટમીના દિવસે આપણે સૌ કૃષ્‍ણ ભગવાનની પૂજા કરીએ છીએ. વ્રત ઉપવાસ કરીને રાત્રે ૧૨ વાગ્‍યે કૃષ્‍ણ ભગવાનનો જન્‍મઉત્‍સવ ઉજવીએ છીએ. નટખટ કનૈયાને આપણી મનોકામના માટે પ્રાર્થના પણ કરીએ છીએ. કૃષ્‍ણ ભગવાનના બાળ સ્‍વરૂપને ભક્‍તો સૌથી વધુ પસંદ કરે છે. કારણ કે આ બાળ સ્‍વરૂપમાં તેમણે અનેક લીલાઓ કરીને ભક્‍તોને ભાવવિભોર કર્યા હતા. તો ચાલો તેમના જન્‍મોત્‍સવ પ્રસંગે યાદ કરીએ તેમની આ બાળલીલાઓને..
ગીતાના ઉપદેશમાં મહાન વારસો
કૃષ્‍ણએ ગીતાના રૂપમાં એમણે માનવજાતિને એક એવો વારસો આપ્‍યો છે, જેની સરખામણી હીરામાણેક કે મોતીના અમુલખ ભંડારોની સાથે પણ ન થઈ શકે. ભારતીય સંસ્‍કૃતિ અને સાહિત્‍યમાં એનું સ્‍થાન અજોડ છે. જીવનનું કલ્‍યાણ કરનારી એ સંહિતા કેવળ ભારતમાં જ નહીં ભારતની બહાર પણ લોકપ્રિય થઈ પડી છે. કૃષ્‍ણે પોતાના જીવનમાં બીજું કાંઈ ન કર્યું હોત, ને એકલો ગીતાનો ઉપદેશ આપ્‍યો હોત, તો પણ એ અમર બની જાત.
વેદના કૃષ્‍ણ અને ભાગવતના કૃષ્‍ણ બંને વસ્‍તુતઃ તો એક જ છે. બંને પરમાત્‍માના વાચક છે, ફેર માત્ર એટલો જ છે કે વેદમાં જે કૃષ્‍ણનું વર્ણન કરેલું છે તે કૃષ્‍ણ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્‍માના પ્રતીક છે, જયારે ભાગવતના દસમા સ્‍કંધમાં જે કૃષ્‍ણની લીલાઓનું વર્ણન કરવામાં આવ્‍યું છે તે કૃષ્‍ણ એ જ પરબ્રહ્મ પરમાત્‍મા હોવા છતાં વાસુદેવ ને દેવકીના પુત્ર થઈને જગતના મંગળને માટે અવતરેલા છે. એ રીતે જોઈએ કે વિચારીએ તો ભાગવતના કૃષ્‍ણ એ વેદના કૃષ્‍ણના સાકાર સ્‍વરૂપ છે.


કૃષ્‍ણના રૂપમાં પ્રગટયા પરમાત્‍મા
ધર્મની સ્‍થાપના માટે તથા અધર્મના અંત માટે પરમાત્‍મા અવતાર લે છે એવું એમાં વિધાન છે. કૃષ્‍ણના રૂપમાં એ જ પરમાત્‍મા પ્રગટ થયા હતા એવો ભાગવતકારનો નિર્દેશ છે. એવા નિર્દેશો ભાગવતના દશમ સ્‍કંધમાં ઠેર ઠેર મળે છે. શ્રીકૃષ્‍ણનો જન્‍મ થાય છે તે પ્રસંગ જુઓને. ભગવાન શ્રીકૃષ્‍ણ સૌથી પહેલાં દેવકી અને વસુદેવને પોતાના અલૌકિક પરમાત્‍મ સ્‍વરૂપનું દર્શન કરાવે છે. તે જોઈને દેવકી અને વસુદેવ બંને આશ્ચર્યચકિત બની જાય છે. તે પછી પરમાત્‍મા પોતાના અસલ સ્‍વરૂપને અંતર્હિત કરીને, શ્રીકૃષ્‍ણનું બાળ સ્‍વરૂપ ધારણ કરે છે. દસમા સ્‍કંધમાં ગોપીગીતમાં જ્ઞાનમયી ગોપીઓએ પણ સ્‍પષ્ટ કહ્યું છે કે અમે અખિલ વિશ્વના અંતરાત્‍મારૂપે માનીએ છીએ. તમે બ્રહ્માની પ્રાર્થનાથી વિશ્વની રક્ષા કરવા માટે અવતાર ધારણ કરીને પ્રગટ થયા છો એવો અમારો દ્રઢ વિશ્વાસ છે. મહર્ષિ વ્‍યાસે પણ કૃષ્‍ણ તો સ્‍વયં ભગવાન છે, એમ કહીને એ વાતનો પડઘો પાડી બતાવ્‍યો છે. એટલે વેદ અને ભાગવતના કૃષ્‍ણ એક જ છે.


મોહનનું અદભૂત નૃત્‍ય
એક દિવસ યશોદા ઘરના નોકરોને કોઈ ઘરકામ સોંપી પોતે માખણ બનાવવા બેઠા હતા આ સમયે કૃષ્‍ણએ આવી પોતે ભૂખ્‍યા હોવાનું જણાવ્‍યું પોતે બહુ કામમાં હોવાથી યશોદાએ શ્રી કૃષ્‍ણને કોઈ કામે વળગાડવાનું નક્કી કર્યું. આથી તેણી કૃષ્‍ણને પોતે કાર્ય પૂર્ણ કરે ત્‍યાં સુધી નૃત્‍ય કરવા જણાવ્‍યું શ્રી કૃષ્‍ણએ વલોણાના અવાજની ધૂન પર નૃત્‍ય કરવાનું શરૂ કર્યું. આ અદભૂત નૃત્‍ય નિહાળવા સ્‍વર્ગની નર્તકીઓ ગોવાલણનો વેશ ધારણ કરી પૃથ્‍વી પર આવી પહોંચી. ગોકુળમાં લોકો પોતાનું કાર્ય અટકાવી નૃત્‍ય જોવા માંડ્‍યા. નૃત્‍ય પૂર્ણ થતાં જ શ્રી કૃષ્‍ણએ યશોદા પાસે ભોજનની માંગણી કરી યશોદાએ શ્રી કૃષ્‍ણને વહાલથી ભેટી પડી અને તેને ભોજન આપ્‍યું. આમ, શ્રી કૃષ્‍ણ પોતાની માંને હંમેશા ખુશ રાખતા.


ગાય પ્રત્‍યેનો પ્રેમᅠ
શ્રી કૃષ્‍ણને ગાય પ્રત્‍યે અનહદ પ્રેમ હતો દરેક ગાયને શ્રી કૃષ્‍ણના સમયમાં ગોકુળમાં જન્‍મ લેવાનો આવકાર મળતો. શ્રી કૃષ્‍ણ ગાયોને માતા સમજી આદર આપતા. સામે ગાયોને પણ સમાન આદરભાવ હતો. એક દિવસ એક ગાય નંદબાબાને ત્‍યાં ઉભી રહી ગોપાલ બહાર આવે તેની રાહ જોઈ રહી હતી. ગાય પોતાનું દૂધ શ્રી કૃષ્‍ણને આપવાની ઈચ્‍છા ધરાવતી હતી, ગાયને આપોઆપ દૂધ આવી રહ્યું હતું. શ્રી કૃષ્‍ણની ગાય પર નજર પડતાં જ તેમણે તે દૂધ પીવાનું શરુ કર્યુ. યશોદા આ બધું જોઈ રહ્યાં હતા. તેમણે વિચાર્યું કે ગાય કેટલી નસીબદાર છે તેમણે મનોમન ગાયને નમસ્‍કાર કર્યા !
કૃષ્‍ણના બંધનની સજાᅠ
યશોદાએ તેના તોફાનોથી કંટાળી તેમને પથ્‍થરની ઘંટી સાથે દોરી વડે બાંધી દેવાનું નક્કી કર્યુ. એક દોરડું લઈ તેમણે બાંધવાની શરુઆત કરી પરંતુ દોરડું ટુંકું પડયુ. બીજું દોરડું લઈ આવ્‍યા પરંતુ તે પણ ટુંકું પડયું આમ, એક પછી એક ઘણા દોરડા લઈ આવતા પણ યશોદા કૃષ્‍ણને બાંધી શક્‍યા નહીં શ્રી કૃષ્‍ણએ જોયું કે માતા થાકી ગયા છે એટલે તેમણે પોતાની જાતને બાંધવા દીધા. શ્રી કૃષ્‍ણને બાંધી યશોદા ઘરકામમાં પરોવાયાં. યશોદાના જતા જ શ્રી કૃષ્‍ણએ પથ્‍થરની ઘંટી સાથે ચાલવાનું શરૂ કર્યું. ઘરની પાછળના ભાગના બગીચામાં પહોંચી ગયા. ત્‍યાં તેમણે બે વૃક્ષ ઉખાડી નાખ્‍યા. આ વૃક્ષો ઘણા સમયથી કૃષ્‍ણની રાહ જોઈ રહ્યા હતા. હકીકતમાં બન્‍ને વૃક્ષો કુબેરના પુત્રો હતા. પરંતુ અભિમાની સ્‍વભાવને કારણે નારદ મુનિનો શ્રાપ લાગતા તેઓ વૃક્ષ બની ગયા હતા.
શ્રી કૃષ્‍ણએ ગોપીઓને માખન ચોરીને જ પરેશાન નહોતા કર્યા તેઓ અન્‍ય રીતે પણ પરેશાન કરતા હતા. ગોપીઓની મટકી ગિલોલથી ફોડીને હસતા હતા. ગોપીઓ જયારે નદીમાં ન્‍હાવા જતી તો તેમના વસ્ત્ર લઈને ઝાડ પર ચઢી જતી હતી.. ગોપીઓ કૃષ્‍ણની આ લીલાઓથી પરેશાન તો થતી પણ જયારે કિષ્‍ણ તેમને સતાવે નહી તો તેમને ગમતુ પણ નહોતુ.


દ્રૌપદીની લાજ બચાવીᅠ
ઈતિહાસમાં ભાઈ બહેનના સંબંધને સાર્થક કરે છે ભગવાન શ્રી કૃષ્‍ણ અને દ્રૌપદીનો સંબંધ. કૃષ્‍ણ ભગવાને રાજા શિશુપાલને માર્યો હતો. યુદ્ધ દરમિયાન કૃષ્‍ણની ડાબી આંગળીમાંથી લોહી વહી રહ્યુ હતુ.
તેને જોઈને દ્રૌપદી એકદમ દુખી થઈ ગઈ. તેણે પોતાની સાડીનો એક ડુકડો ચીરીને કૃષ્‍ણની આંગળીમાં બાંધ્‍યો જેનાથી તેમનુ લોહી વહેતુ બંધ થઈ ગયુ.
ત્‍યારથી જ કૃષ્‍ણે દ્રોપદીને પોતાની બહેન સ્‍વીકારી લીધી હતી. વર્ષો પછી જયારે પાંડવ દ્રોપદીને જુગારમાં હારી ગયા ત્‍યારે ભરી સભામાં તેનુ ચીરહરણ થઈ રહ્યુ હતુ ત્‍યારે કૃષ્‍ણે દ્રૌપદીની લાજ બચાવી હતી.


રાધા-કૃષ્‍ણનો નિસ્‍વાર્થ પ્રેમ પૂજનીય છે..
સંબંધોમાં માતા પિતા અને ગુરુનું સ્‍થાન ઈશ્વર સમાન દર્શાવવામાં આવ્‍યું છે અને તેઓ સદાય આદર અને માન સન્‍માન પ્રાપ્ત કરનારા અધિકારી પણ છે. તેમનો અનાદર કરનારા પર ભગવાન કદી પ્રસન્ન થતા નથી. સ્‍વયં ભગવાન વિષ્‍ણુએ જયારે પણ અવતાર લીધો ત્‍યારે તેમના માતા પિતા અને ગુરુદેવ પ્રતિ શ્રદ્ધા અને ભક્‍તિ રાખવાનો સંદેશ આપ્‍યો હતો. કોઈ પણ વ્‍યક્‍તિ જન્‍મ અને મૃત્‍યુ સુધી સદાય અસંખ્‍ય લોકોના સંપર્કમાં આવે છે. કેટલાક વિશેષ લોકોથી તેમને પ્રેમ થઈ જાય છે.કેટલાકને મિત્ર બનાવી શકે છે..લાખો લોકોની વચ્‍ચે એક વ્‍યક્‍તિ એવી હોય છે જેને આપણે નિસ્‍વાર્થ ભાવે પ્રેમ કરવા લાગીએ છીએ.એવો જ પ્રેમ હતો કૃષ્‍ણ અને રાધાનો.તેમની વચ્‍ચે પ્રેમની કોઈ સીમા નહોતી. બંને એકબીજાને અસીમ પ્રેમ કરતા હતા. તેમના પ્રેમમાં સ્‍વાર્થની કોઈ અપેક્ષા નહોતી. ગોકુળમાં એક પણ એવી ગોપી નહોતી જેને કૃષ્‍ણ માટે પ્રેમ ન હોય. દરેક ગોપીનો પ્રેમ પવિત્ર અને ભક્‍તિપૂર્ણ હતો. દરેક ગોપી શ્રીકૃષ્‍ણને પ્રિયતમને રૂપમાં જોતી હતી. રાધાનો પ્રેમ એટલો ઉંડો હતો કે તેમણે પોતાનું સમગ્ર જીવન શ્રીકૃષ્‍ણ પર સમર્પિત કરી દીધું. શ્રીકૃષ્‍ણ રાધાના રંગમાં રંગાઈ ગઈ. શ્રીકૃષ્‍ણ અને રાધાના પ્રેમની ઉંડાઈ દર્શાવતા અનેક પ્રસંગ આપણા ધર્મ ગ્રંથોમાં આપવામાં આવ્‍યા છે. આ પ્રસંગો અનુસાર એક વાર રાધાએ શ્રીકૃષ્‍ણને પૂછ્‍યું હતું કે કૃષ્‍ણ તું તો મને પ્રેમ કરે છે તો પછી તેં મારી સાથે લગ્ન કેમ ના કર્યું? હું જાણું છું કે તમે સાક્ષાત ભગવાન છે અને તમે કંઈ પણ કરી શકો છો.. ભાગ્‍યના લેખ બદલવા માટે તમે સક્ષમ છો. તો પછી તમે રૂકમણી સાથે લગ્ન કર્યા, મારી સાથે નહીં.. રાધાની વાત સાંભળીને શ્રીકૃષ્‍ણે ઉત્તર આપ્‍યો કે હે રાધા.. લગ્ન બે વ્‍યક્‍તિઓ વચ્‍ચે થાય છે. લગ્ન માટે બે અલગ અલગ વ્‍યક્‍તિઓની આવશ્‍યકતા હોય છે.. તું મને કહે કે રાધા અને કૃષ્‍ણમાં બીજી વ્‍યક્‍તિ કોણ છે. આપણે તો એક છીએ.. તો પછી આપણને લગ્નની શું આવશ્‍યકતા છે.. નિસ્‍વાર્થ પ્રેમ, લગ્નના બંધનથી વધારે મહાન અને પવિત્ર હોય છે.આ માટે રાધાકૃષ્‍ણને નિસ્‍વાર્થ પ્રેમની પ્રતિમૂર્તિ અને સદેવ પૂજનીય ગણવામાં આવે છે.


 કૃષ્‍ણ અને વાંસળી : એક અલૌક્કિ પ્રેમની અદ્‌ભૂત કથા
આજે વાત કરવી છે કૃષ્‍ણ અને વાંસળી વચ્‍ચેના સંબંધની, કૃષ્‍ણને વાંસળી ખૂબ પ્રિય છે. ભગવાન કૃષ્‍ણ વાંસળીને પોતાનાથી ક્‍યારેય અલગ નહોતા કરતા. ક્‍યારેક કનૈયાના હાથમાં વાંસળી હોય અને ક્‍યારેક તેમના હોઠ પાસે હોય તો કોઇકવાર કમરમાં રાખેલી હોય. પણ આ વાંસળી અને કૃષ્‍ણના સબંધની પાછળ એક પ્રસિધ્‍ધ વાર્તા છે.
દ્વાપર યુગની આ વાત છે. ભગવાન કૃષ્‍ણ વૃંદાવનના બગીચામાં ટહેલતા ટહેલતા દરેક વૃક્ષ પાસે જતા અને દરેક વૃક્ષને કહેતા કે હું તમને ખૂબ પ્રેમ કરૂં છું. વૃક્ષો ખૂશ થઇ જતાં અને કૃષ્‍ણને કહેતા કે વ્‍હાલા અમે પણ તમને ખૂબ પ્રેમ કરીએ છીએ.
એક દિવસ ભગવાન શ્રી કૃષ્‍ણ અચાનક દોડતા દોડતા બગીચામાં આવ્‍યા અને સીધા જ વાંસના વૃક્ષ પાસે ગયા. અચાનક શ્રી કૃષ્‍ણને આવેલા જોઇને વાંસના વૃક્ષને ખૂબ આヘર્ય થયું. તેણે શ્રી કૃષ્‍ણને પૂછયું, ‘શું વાત છે કૃષ્‍ણ કે તમે આમ દોડતા મારી પાસે આવ્‍યા ?' કૃષ્‍ણ બોલ્‍યા, ‘તને કહેતા બહુ જ સંકોચ થાય છે.' વાંસે જવાબ આપે, ‘પ્રભુ જો હું તમારા કામમાં કદાચ મદદરૂપ થઇ શકું તો હું મારી જાતને ખૂબ ભાગ્‍યશાળી માનીશ.' ‘વાંસનો લાગણી ભર્યો જવાબ સાંભળીને કૃષ્‍ણ લાગણીવશ થઇ ગયા અને તેમણે કહ્યું, ‘મન તારૂ જીવન જોઇએ છે. મારે તને કાપવું છે.' આ સાંભળીને વાંસ વિચારમાં પડી ગયો અને તેનાથી પૂછાઇ ગયું કે ‘કૃષ્‍ણ આના સિવાય બીજો કોઇ ઉપાય નથી ?' શ્રી કૃષ્‍ણએ તરત જ જવાબ આપ્‍યો કે ‘ના આ સિવાય મારી પાસે બીજો કોઇ ઉપાય નથી, મારી મનગમતી વસ્‍તુ પ્રાપ્‍ત કરવા માટે આ એક જ માર્ગ છે.' આ સાંભળીને વાંસે તરત જ કૃષ્‍ણને સમર્પિત થવાનો નિર્ણય લઇ લીધો.'
કૃષ્‍ણએ વાંસના એક ટૂકડાને હાથમાં પકડયો અને તેમાં છીદ્રો કરવા લાગ્‍યા. કૃષ્‍ણ જ્‍યારે છીદ્રો કરી રહ્યા હતા ત્‍યારે વાંસને ખૂબ પીડા થતી નથી, પરંતુ વાંસ કશું જ બોલ્‍યા વગર તે પીડા સહન કરતો ગયો વાંસને પોતાને થઇ રહેલા દર્દની પીડા નહોતી પરંતુ એ વાતની ખુશી હતી કે હું કૃષ્‍ણના કામમાં કામ આવી રહ્યો છું. અંતે છીદ્રો પડવાનું કામ પુરૂં થયું અને તેમાં કોતરકામ શરૂ થયું. આ તમામ કામ પુરૂં થતાં વાંસના રંગરૂપ બદલાઇ ગયા. વાંસ પોતાના તમામ દર્દોને ભૂલી ગયું કારણ કે હવે તે વાંસમાંથી વાંસળી બની ગયું હતું, અને આ વાંસળી કૃષ્‍ણને અત્‍યંત પ્રિય બની ગઇ. સાહેબ ઇતિહાસ સાક્ષી પૂરે છે કે કૃષ્‍ણની સૌથી નજીક કોઇ હોય તો તે વાંસળી છે.
ાા જયશ્રી કૃષ્‍ણ ાા

જન્‍માષ્‍ટમીની ધર્મયાત્રા રૂટ
સવારે    ૮-૦૦    ધર્મસભા
સવારે    ૯-૦૦    ધર્મયાત્રા પ્રસ્‍થાન મવડી ચોકડીથી
સવારે    ૯-૩૦    રૈયા સર્કલ
સવારે    ૯-૪૫    હનુમાન મઢી ચોક, આમ્રપાલી રોડ
સવારે    ૧૦-૦૦    કિશાનપરા ચોક
સવારે    ૧૦-૧૫    જિલ્લા પંચાયત ચોક
સવારે    ૧૦-૩૦    ફુલછાબ ચોક
સવારે     ૧૦-૪૫    હરીહર ચોક, પંચનાથ મંદિર રોડ
સવારે    ૧૧-૦૦    ત્રિકોણબાગ
સવારે    ૧૧-૧૫    ગેસ્‍ફોર્ડ સિનેમા, માલવીયા ચોક
સવારે    ૧૧-૨૦    માલવીયા પેટ્રોલ પંપ
સવારે    ૧૧-૩૦    લોધાવાડ ચોક
બપોરે    ૧૧.૫૦    ગોંડલ રોડ, મકકમ ચોક, ૮૦ ફુટ રોડ
બપોરે    ૧૨-૦૦    નાગરીક બેંક ચોક, ધારેશ્વર મંદિર,
બપોરે    ૧૨.૧૫    સોરઠીયાવાડી ચોક
બપોરે    ૧૨.૨૦    કેવડાવાળી મેઇન રોડ
બપોરે    ૧૨.૨૫    બોમ્‍બે આર્યન ચોક થઇને જિલ્લા ગાર્ડન ચોક
બપોરે    ૧૨.૪૦    રામનાથપરા જેલ ચોક, બી-ડીવીઝન પો.સ્‍ટેશન
બપોરે    ૧.૧૫    ચુનારાવાડ મેઇન રોડ
બપોરે    ૧.૨૫    ચુનારાવાડ ચોકથી ભાવનગર રોડ
બપોરે    ૧.૩૦    સંતકબીર રોડ
બપોરે    ૧.૪૦    કે.ડી.કોમ્‍પલેક્ષ ચોક
બપોરે    ૧.૫૦    ગોંવિદબાગ શાકમાર્કેટ
બપોરે    ૨.૦૦    પેડક રોડ, બાલક હનુમાન (સમાપન)


જન્‍માષ્‍ટમીના ૩૬ વર્ષના સૂત્ર
વર્ષ            સુત્ર
૧૯૮૬        ગર્વ સે કહો હમ હિન્‍દુ હૈ ા
૧૯૮૭        યુ કાન્‍ટ જસ્‍ટ બીટ મી, આઇ એમ હિન્‍દુ ા
૧૯૮૮        યત્ર, તત્ર કૃષ્‍ણ સર્વત્ર ા
૧૯૮૯        પાર્થને કહો ચઢાવે બાણ ા
૧૯૯૦        સંભવામી યુગે યુગે, સંઘ શકિત કલી યુગે ા
૧૯૯૧        હે, પાર્થ મારા સેંકડો અને હજારો રૂપના ા
૧૯૯ર        કાર સેવા એ જ રાષ્ટ્ર સેવા ા
૧૯૯૩        ધર્મ હૈ જહાં, વિજય હૈ વહાં ા
૧૯૯૪        શંખનાદ હો ચુકા હિન્‍દુત્‍વકા, વિજય હી લક્ષ્ય હૈ ા
૧૯૯પ        વિજય પાયા હૈ અયોધ્‍યા મેં, વિજય પાયેંગે કાશી-મથુરા મેં ા
૧૯૯૬        હિન્‍દુત્‍વના વિજય કાજે, બનો સહુ અર્જુન આજે ા
૧૯૯૭        દુરાચારીઓએ વટાવી છે હદ, સાંભળી લ્‍યો રાજા કંસ ા
૧૯૯૮        વિરાટ સ્‍વરૂપના જય જય કાર, કર્યુ વિશ્વને સ્‍તબ્‍ધ આજો
૧૯૯૯        કારગિલમાં કંસનો કર્યો ધ્‍વંશ ા
ર૦૦૦        ધર્માતરણ હવે હદ કરે છે, શ્રી કૃષ્‍ણનો સંદેશ કહે છે ા
ર૦૦૧        શકિત કો હો નમન કરે, જય, વિરાટ કા દર્શન હો જબ જબ ા
ર૦૦ર        માધવ દે તું શકિત અમોને દેશ શત્રુઓનો નાશ કરવાને ા
ર૦૦૩        રામકૃષ્‍ણ કા ધ્‍યાન ધરે, મંદિર કા નિર્માણ કરે ા
ર૦૦૪        હે કેશવ ! લક્ષ્ય પ્રેરિત બાણ હૈ હમ, ઠહરને કા કામ કૈસા ા
ર૦૦પ        કેશવ માધવનો શંખનાદ, ર્માં ભારતીનો જય નિનાદ ા
ર૦૦૬        સંઘે શકિત કલૌયુગે...ા
ર૦૦૭        સુદર્શન ચક ચલાયેંગે, રામસેતુ બચાયેંગે ા
ર૦૦૮        હમ બનેંગે અર્જુન યોધ્‍ધા, કૃષ્‍ણ કે સુદર્શન ચક્ર બન જાયેંગે
                 રામસેતુ સે અમરનાથ તક્કી પવિત્ર ભુમિ બચાયેંગે ાા
ર૦૦૯        નઇ સદી કા શંખ બજ ગયા, અપના ફર્જ નિભાના હૈ ા
                ગોપાલન-સંવર્ધન કરકે, ઉન્‍નત રાષ્ટ્ર બનાના હૈ ાા
ર૦૧૦        નઇ સદી કા શંખ બજ ગયા, અપના ફર્જ નિભાના હૈ,
                ગોપાલન-સંવર્ધન કરકે, ઉન્‍નત રાષ્ટ્ર બનાના હૈ ાા
૨૦૧૧        વિનાશાય દુષ્‍ટાણામ ાા
૨૦૧૨        જાત-ભાત પૂછે નહિ કોઇ,
                  દ્વારકાધીશ ભજે સબ હરિકા હોય...
૨૦૧૩        કર્મ પથ પર આજ સાભી કો ગીતા ગાન બુલાતા હૈ
૨૦૧૪        કૃષ્‍ણભક્‍તિ ઔર કર્મ ભક્‍તિસે ભારત કો ફીર
                 ભવ્‍ય બનાના હૈ &&
૨૦૧૫        શપથ સામી કો રામ ધુનષ કી,
                 ચક્ર, સુદર્શન, બ્રહ્મ અષા કી.
૨૦૧૬        માધવ કી પુકાર સુનો,
                  હિન્‍દુ સમાજ સમરસ બનો.
૨૦૧૭        આ રહી હૈ આજ ચારો ઔર સે કૃષ્‍ણ કી પુકાર,
                  હમ કરેંગે ગૌરક્ષા માતૃભૂમિ કે લીએ અપાર.
૨૦૧૮        જરાસંઘ છલબલ દીખલાલે, અંતિમ વિજય હમારી હૈ,
                  ભીમ પરાક્રમ પ્રગટીત હોગા, યોગેશ્વર ગીરધારી હૈ.
૨૦૧૯        મિશ્રી સે મીઠે નંદલાલ કે બોલ,
                  જલવૃક્ષ કા જતન ઔર સ્‍વચ્‍છતા સબ સે અનમોલ.
૨૦૨૦        સ્‍વસ્‍થ, સ્‍વનિર્ભર ઔર સુરક્ષિત ભારત કા સપના,
                   જબ કૃષ્‍ણમય હોગા પુરા ભારત અપના.
૨૦૨૧        વ્‍હાલી ગાયો અને વ્‍હાલુ વૃંદાવન,
                 સખાભાવ વરસાવે, ગોકુળ નંદન.
૨૦૨૨        શિવ કહો, કે કહો શ્રી યશોદાનંદન,
                  આઝાદી નો રંગ કાનુડાને સંગ

લતા સુશોભનના વિશેષ આકર્ષણો
*    શકિત યુવા ગ્રુપ
    શકિત સોસાયટી, પાંજરાપોળ સામે, સંતકબીર રોડ
    કૃતિ : કોરોના કાળ પર આધારિત રચના
*    મચ્‍છોમાં યુવા ગ્રુપ  
    રણુજા મંદિર પાછળ, કોઠારીયા રોડ
    ગોવર્ધન પર્વત, વાસુદેવ, આઝાદી કા અમૃત મહોત્‍સવ
*    એકતા મિત્ર મંડળ
    ગંજીવાડા મેઇન રોડ, શકિત ચોક
    કલાત્‍મક ઝુપડી, મત્‍સ્‍ય અવતાર
*    જય રામનાથ યુવા ગ્રુપ
    નાણાવટી ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ
    મોટો ઝુલો, ગોકુળીયુ ગામ, ઝુપડી, મટકી ફોડ
*    રામેશ્વર મંદિર ગ્રુપ
    રામેશ્વર મંદિરની બાજુમાં કોઠારીયા રોડ
    બાલ સ્‍વરૂપ ભગવાન શ્રી કૃષ્‍ણનો શણગાર
*    જય રોકડીયા મિત્ર મંડળ
    રોકડીયા ચોક
    ૪૦ ફુટ ઉંચો હિંડોળો, ૧૨-જ્‍યોર્તિલિંગ, કેદારનાથ
*    જય રામનાથ મહાદેવ ગ્રુપ
    ભગવતીપરા મેઇન રોડ
    કૃષ્‍ણ ભગવાન, મહાદેવ, રાધાકૃષ્‍ણની મૂર્તિ
*    માખણ ચોર યુવા ગ્રુપ
    શ્રીનાથજી સોસાયટી, મવડી મેઇન રોડ
    રામનાથ મંદિરની પ્રતિકૃતિ, ગોવર્ધન પર્વત
*    દ્વારકેશ યુવા ગ્રુપ
    ત્રિવેણી સોસાયટી, સંતકબીર રોડ
    ગોવર્ધન પર્વત
*    રાધેશ્‍યામ ગ્રુપ
    ત્રિમૂર્તિ ચોક, ભગવતીપરા મેઇન રોડ
    પોઇચા સ્‍વરૂપ નિલકંઠવર્ણ કૃષ્‍ણ મૂર્તિ
*    જંકશન પ્‍લોટ
    ગાયકવાડી મેઇન રોડ, જંકશન પ્‍લોટ
    લતા સુશોભન, ચોક શણગાર
*    મચ્‍છ મિત્ર મંડળ
    પોપટપરા મેઇન રોડ
    ઝુપડી શણગાર તથા શીવાલય
*    ક્રિષ્‍ના ગ્રુપ
    ઉત્‍કર્ષ સ્‍કૂલ પાસે, અક્ષર માર્ગ
    બરફના શીવલીંગ, ઝુલો, ગોકુળ, મટકી ફોડ
*   જય દ્વારકાધીશ ગ્રુપ
    આમ્રપાલી ફાટક, અંડરબ્રીજ ઉપર
    મૂર્તિ ડેકોરેશન

ભક્‍ત - ભકિત
૧.    જે ખેવના વિનાનો, બાહ્ય તેમજ આંતરિક રીતે શુધ્‍ધ, નિપુણ, પક્ષપાત
    વિનાનો અને દુઃખોમાંથી છૂટેલો છે એ સર્વ આરંભોનો ત્‍યાગી મારો
    ભક્‍ત મને પ્રિય છે.    - શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા
૨.    ભકિત ભક્‍તનું જીવન છે અને ભગવાનનો સ્‍વભાવ છે.
    - રણછોડદાસ મહારાજ
૩.    જે સ્‍વભાવે નિર્દોષ ન હોય તે ભક્‍ત ન હોઇ શકે.    - ગુણવંત શાહ
૪.    સર્વ પ્રકારની ભકિત શરણાગતિ તરફ દોરી જાય છે.    - વિનોબા
૫.    ભક્‍ત કોઇનાથીય ડરતો નથી.    - ભાગવત
૬.    પુરૂષ જ્ઞાનનું અનેસ્ત્રી ભકિતનું પ્રતીક છે. ભકિત સામે જ્ઞાનને માથું
    ઝુકાવવું પડે છે.    - સંત મોરારિબાપુ
૭.    ભક્‍તિમાં શબ્‍દવિહોણું હૈયું ચલાવી લેવાય પણ હૈયાવિહોણા શબ્‍દો તો
    નહિ જ.    - સંત તુકારામ
૮.    ભકિત એટલે પ્રભુમાં ખૂબ જ અનુરાગ. પ્રભુનું માહાત્‍મ્‍ય સમજીને
    પછી એ સમજવાને લીધે પ્રભુમાં થતો સુદૃઢ અને સર્વથી અદકો સ્‍નેહ
    એનું નામ જ ભક્‍તિ.            - શાંડિલ્‍ય મુનિ
૯.    આપણું સર્વસ્‍વ અર્પણ કરવું એટલે ભકિત.    - શ્રી માતાજી
૧૦.    જ્ઞાન અને ભકિત બંને જોઇએ. જ્ઞાનથી સારું શું અને ખોટું શું તે
    સમજાય છે. ભકિતથી તેમાં રહેલો આનંદ તથા રસ લઇ શકાય છે. આવી ભક્‍તિને જ્ઞાનોત્તર ભકિત કહે છે. - મહર્ષિ અરવિંદ
૧૧.    ભકિત નવ પ્રકારની છે. શ્રવણ, કિર્તન, સ્‍મરણ, પાદસેવન, અર્ચન,
    વંદન, દાસ્‍ય, સખ્‍ય અને આત્‍મનિવેદન.    - વેદવ્‍યાસ
૧૨.    ભકિત એ પરમાત્‍મા પાસે પહોંચવાનો રાજમાર્ગ છે. - મુનિ વાત્‍સલ્‍યદીપ
૧૩.    ભક્‍તે કોઇ ભાવનું દમન કરવું પડતું નથી પણ તેથી ઊલટું તે ભાવ
    પ્રબળ કરીને ભગવાનને સમર્પિત કરી દે છે.     - સ્‍વામી વિવેકાનંદ
૧૪.    હરિનો મારગ છે સૂરાનો, નહિ કાયરનું કામ જો રે. - નરસિંહ મહેતા
૧૫.    અપીલ કરે તે શિષ્‍ય નહિ, દલીલ કરે તે દાસ નહિ, ભાંજગડ કરે તે
    ભક્‍ત નહિ.                - ઓશો રજનીશ
૧૬.    વ્‍યકિતના શ્રેષ્‍ઠ ગુણોને વિકસાવવાનું કામ કરતી વિદ્યા એટલે ભક્‍તિ.
-    સંત એકનાથ

 

ˆ સંકલન ˆ
ડો. અનિલ દશાણી

ˆ તસ્વીરો ˆ
સંદીપ બગથરિયા

(12:37 pm IST)