મુખ્ય સમાચાર
News of Thursday, 18th August 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૧૭

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

ખોજવુ

‘‘લોઓત્‍સુેએ કહ્યું છે, ‘‘ઓશો અને તમે ચુકી જશો, નહી શોધો અને તમને મળી જશે'' દરેક શોધમાં તમે ચુકી જાવ છો'' જો તમે શોધો છો તો તમને એક ખોટો અભીગમ ધરાવો છો શોધવામાં તમે એક વસ્‍તુઓ સ્‍વીકાર કરો છો તમે જે શોધો છો તે તમારી પાસે નથી. અહી જ ભુલ છે તમારી પાસે તે છે જે ક્ષણે તમે શોધવાની શરૂઆત કરો છો તમે પાગલ થઇ જાવ છો કારણ કે તમે તેને શોધી ના શકો કારણ કે તે પહેલેથી જ ત્‍યા છે.

તે એક એવા માણસ જેવુ છે કે પોતાના ચશ્‍મા શોધે છે. તેના ચશ્‍મા તેની આંખ પર, નાક પર છે અને તે ચશ્‍માની મદદથી જ તેને શોધે છે તે તેને કયારેય નહી શોધી શકે જયા સુધી તેને ખબર નહી પડે કે બધી જ શોધ વ્‍યર્થ છ.ે

આપણા જોવામાં઼ જ સત્‍ય છુપાયેલુ છે આપણી શોધમાં જ ખજાનો છુપાયેલ છે શોધક જ શોધ છે. આ સમસ્‍યા છે.

લાઓત્‍સુ કહે છે તે સૌથી સારો અભીગમ છે તે કહે છે. ‘‘શોધ બંધ કરો અને બની રહો'' જે કઇપણ થાય તે  થવા દો અને તમે આર્ય ચકિત થઇ જશો તમને તે મળી જશે.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(11:54 am IST)