મુખ્ય સમાચાર
News of Sunday, 18th August 2019

બાલાકોટમાં કાર્યરત આતંકી અડ્ડાઓને તોડી પાડવા વિમાનો ઉપડયા હતા તે વિસ્‍તારમાં હલચલ વધવા પામી

જમ્મુ-કાશ્મીર : બાલાકોટમાં કાર્યરત આતંકી અડ્ડાઓને તોડી પાડવા વિમાનો ઉપડય્ા હતા તે વિસ્તારમાં હલચલ વધવા પામી છે.

પ્રાપ્ત વિગત અનુસાર જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાં બાદ ભારત સરકાર પર પાકિસ્તાનની અવળચંડાઈ વધી ગઈ છે અને પાકિસ્તાન રઘવાયું થયું છે. લગાતાર સીમા પર ગોળીબાર કરી રહ્યું છે. તો વળી એ તરફ પાકિસ્તાનનાં નેતા પણ ડંફાસ મારતા જોવા મળી રહ્યાં છે. એવામાં પાકિસ્તાન તરફથી કોઈ પણ હરકતનો જડબાતોડ જવાબ આપવા માટે ગ્વાલિયરમાં આવેલું મહારાજપુર ઈન્ડિયન એરફોર્સ સ્ટેશનને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ગાજિયાબાદ સ્થિત હિડન એરફોર્સ સ્ટેશનને પણ શુક્રવારથી જ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.

સેનાનાં સુત્રો દ્વારા માહિતી મળી છે કે ગ્વાલિયરમાં આવેલા IAF સ્ટેશનમાં સુરક્ષા પણ વધારવામાં આવી છે. તેમજ પોલીસનાં વિસ્તાર આજુબાજુ પણ ફેરફાર કરાયો છે. ઉલ્લેખનીય છે કે આ એ જ એરફોર્સ બેઝ છે કે જ્યાંથી પુલવામાં આતંકી હુમલાના જવાબમાં ભારતીય લડાકુ વિમાનો મિરાજ 2000 26 ફેબ્રુઆરીએ બાલાકોટમાં આતંકી કેમ્પોને ધ્વસ્ત કરવા માટે ઉડાન ભરી હતી.

IAF બેઝ સ્કુલ અને એયરબેઝનાં આસપાસ આવેલી બે કેન્દ્રીય સ્કુલ શુક્રવારે અને શનિવારે બંઘ રાખવામાં આવી હતી. જો કે અધિકારીઓએ એવું નથી કહ્યું કે આ એક વધારવામાં આવેલી સુરક્ષાનો ભાગ છે કે નહીં. એક સ્થાનીય પોલીસ અધિકારીએ જણાવ્યું કે બે વજ્ર વાહન અને 20 અતિરિક્ત સશસ્ત્ર પોલીસને IAF બેઝની સુરક્ષામાં 24X7 નિગરાણી કરવા માટે તૈનાત કરવામાં આવ્યા છે.

સેનાનાં આધિકારીક સુત્રોએ જણાવ્યું કે, બેઝ તરફ આવનારી બધી ગાડીઓની તલાશ કરવામાઁ આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ બેઝ પર ભારે માત્રામાં પહેલાથી જ સુરક્ષા રાખવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ત્યાં આજુબાજુની સ્કુલમાં પેરેન્ટ મિટિંગ પણ મોકુફ રાખવામાં આવી છે.

(3:51 pm IST)