મુખ્ય સમાચાર
News of Saturday, 18th August 2018

સંયુક્ત રાષ્ટ્ર સંઘના પૂર્વ મહાસચિવ કોફી અન્નાનું નિધન

અન્નાનને વર્ષ 2001નું શાંતિ માટેનું નોબલ પારિતોષિક મળ્યું હતું.

સંયુક્ત રાષ્ટ્ર સંઘના પૂર્વ મહાસચિવ કોફી અન્નાનું નિધન થયું છે. તેઓ એંસી વર્ષના હતા.અન્નાન વિશ્વના સર્વચ્ચ કૂટનીતિજ્ઞ પદ સુધી પહોંચનારા આફ્રિકન મૂળના પ્રથમ બ્લેક અધિકારી હતા. અન્નાન 1997 થી 2006 સુધી બે ટર્મ માટે યુએનના વડાપદે રહ્યા હતા 

  માનવીય કાર્યો માટે અન્નાનને વર્ષ 2001નું શાંતિ માટેનું નોબલ પારિતોષિક મળ્યું હતું. અન્નાનના ફાઉન્ડેશનના કહેવા પ્રમાણે, શનિવારે ટૂંકી બીમારી બાદ સ્વિટ્ઝરલૅન્ડના જીનિવા ખાતે શાંતિપૂર્ણ રીતે તેમનું નિધન થયુ હતું 

  મૂળ ઘાનાના અન્નાને પાછળથી સંયુક્ત રાષ્ટ્ર સંઘના વિશેષ દૂત તરીકે સીરિયામાં પણ સેવાઓ આપી હતી, જ્યાં તેમણે શાંતિ સ્થાપવા માટે પ્રયાસ કર્યાં હતા અન્નાનના કાર્યકાળ દરમિયાન ઇરાક યુદ્ધ તથા એઇડ્સની બીમારીના ફેલાવા જેવી વિકરાળ સમસ્યાઓ ઊભી થઈ, જેને પહોંચી વળવામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી

 અન્નાનના કાર્યકાળ દરમિયાન મિલેનિયમ ડેવલપમૅન્ટ નક્કી કરવામાં આવ્યા હતા, તેને અન્ના પોતાના કાર્યકાળની સર્વોચ્ચ સિદ્ધિ માનતા હતા 

(6:29 pm IST)