મુખ્ય સમાચાર
News of Saturday, 18th August 2018

ખાદ્ય પદાર્થોના લેબલિંગનાં ધોરણોની પુનર્સમીક્ષા થશે

FSSA/ એ નિષ્ણાત સમિતિની રચના કરી

નવી દિલ્હી તા. ૧૮ : ચરબી, સાકર અને નમકનું ઉંચુ પ્રમાણ ધરાવતા ખાદ્ય પદાર્થો પર લાલ લેબલ લગાવવાનું સુચન કરતી દરખસ્તાને સરકારે હાલ પુરતી સ્થગિત કરી દીધી છે એમ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSA) ના ચીફ એકિઝકયુટિવ પવનકુમાર અગરવાલે કહ્યું હતું.

એપ્રિલમાં FSSA/એ ફુડ સેફટી એન્ડ સ્ટાર્ન્ડસ (લેબલિંગ એન્ડ ડિસ્પ્લે) રેગ્યુલેશન્સ ર૦૧૮ ની રૂપરેખા જાહેર કરી હતી, જેમા આવા પેકેજડ ખાદ્ય પદાર્થો માટે લાલ લેબલનું માર્કિંગ ફરજિયાત બનાવવાનું સુચન કરવામાં આવ્યું હતું.

પવનકુમાર અગરવાલે કહ્યું હતું કે 'અમારો ડ્રાફટ તૈયાર હતો અને એને આરોગ્ય મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો. કેટલાક હિતધારકો દ્વારા ચિંતા વ્યકત કરવામાં આવી હોવાથી અમે એને હાલ પુરતો અટકાવી રાખ્યો છે. અને હેલ્થ અને ન્યુટિશન નિષ્ણાંતોની સમીતીની રચના કરવામાં આવી રહી છે, જે ફરી એક વાર લેબલિંગના મુદ્દાને તપસાશે. સમિતિનું નેતૃત્વ નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ન્યુટિશનના ભૂતપૂર્વ ડિરેકટર બી. શશીકરણ સંભાળશે અને એમાં વર્તમાન ડિરેકટર હેમલતા ઉપરાંત ડોકટર નિખિલ ટંડનનો સમાવેશ હશે.'

ફુડ-ઇન્ડસ્ટ્રીમાં લેબલિંગનો મુદ્દો ભારે વિવાદાસ્પદ રહ્યો છ, જેને વેચાણ સામેના અવરોધ તરીકે જોવામાં આવે છે

પવનકુમાર અગરવાલે કહ્યું હતું કે જે ડ્રાફટ તૈયાર કરવામાં આવ્યોછે એમાં કદાચ થોડા સુધારા કરવાાં આવશે. લેબલિંગના મુળભુત દિશાનિર્દેશો સાથે બાંધછોડ કર્યા વિના અમે લેબલિંગના ધોરણોમાં સુધારા કરવા તૈયાર છીએ.

કડક લેબલિંગ ધોરણો આવી રહ્યા હોવાનો નિર્દેશ આપતા પવનકુમાર અગરવાલે કહ્યું હતું કે 'ગ્રાહકોની ખાણી-પીણીની આદતોમાં ફેરફાર કરવો મુશ્કેલ છે, કારણ કે તેઓ આડેધડ ખાતા હોય છે જયારે ઘણા લોકો આરોગ્યપ્રદ અને અનારોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો વચ્ચેનો તફાવત જાણતા નથી. આવી સ્થિતિમાં અમે જો લેબલિંગ ધોરણોનું પાલન કરવાનું કહીને સપ્લાય સાઇડને નિશા બનાવીએ તો સફળતા મેળવી શકીએ.(૬.૭)

(11:26 am IST)