મુખ્ય સમાચાર
News of Thursday, 18th July 2019

હવે પ્રામાણિક ગ્રાહકને મળશે 24 કલાક વીજળી ;મોદી સરકાર લાવશે નવી યોજના

નુકશાનના આધારે વીજવિતરણ ;હાલમાં 19 રાજ્યોમાં ઘાટા 15 ટકાથી વધુ ત્યાં સ્માર્ટ મીટર પહેલા લગાવશે

નવી દિલ્હી ;દેશમાં હવે 24 કલાક વીજળી આપવા એક નવી યોજના આવી રહી છે જે અંતગર્ત પ્રામાણિક ગ્રાહકોને 24 કલાક વીજ સપ્લાઈ કરાશે જયારે વીજચોરી વાળા વિસ્તારોમાં વધારે કટોતી થશે. મોદી સરકાર ઈમાનદાર વિજળી કન્ઝ્યુમર માટે નવી સ્કિમ લાવી રહી છે. આ સ્કીમ હેઠળ ઈમાનદાર ગ્રાહકને હવે 24 કલાક વિજળી મળશે. કેન્દ્ર સરકાર રાજ્યો સાથે મળી એવું પ્લાનિંગ તૈયાર કરી રહી છે, જે હેઠળ એવા એરિયા જ્યાં વિજળીની ચોરી નથી થતી, ત્યાં 24 કલાક વિજળી સપ્લાય કરવામાં આવી શકે.
    સૂત્રોના જણાવ્યા મુજબ વિજળી વિતરણ અછતના આધાર પર આ યોજના તૈયાર કરવામાં આવી છે. જેના માટે એરિયાના આધારે વિજળી અછતની જાણકારી માંગવામાં આવી છે. આ યોજના હેઠળ 15 ટકાથી ઓછા નુકશાનવાળા એરિયામાં 24 કલાક સપ્લાય સંભવ છે.આ યોજનામાં નુકશાનવાળા વિસ્તારમાં ગ્રાહકને બિલ ચુકવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાવવાની પણ યોજના છે. આ યોજના પાવર રિફોર્મ 2.0નો હિસ્સો હશે. તમને જણાવી દઈએ કે, ચૂંટણી પહેલા સરકારે કંપનીઓ પાસે આ મુદ્દે જાણકારી માંગી હતી. હાલમાં 19 રાજ્યોમાં વિજળી વિતરણ ઘાટા 15 ટકાથી વધારે છે.
  સૂત્રોના જણાવ્યા મુજબ વિજળી વહેંચણીમાં પણ સરકાર મદદ કરશે વીજળીના વિતરણ નકશાનના આધાર પર વિજળી સપ્લાયની યોજના હશે  કયા વિસ્તારમાં કેટલી વિજળી સપ્લાય થાય તેના પ્લાનિંગમાં મદદ કરનાર આ યોજના માટે  સરકારે ક્ષેત્રના આધાર પર વિજળી વિવરણ નુકશાનની જાણકારી માંગી છે  જ્યાં 15 ટકાથી ઓછુ નુકશાન છે ત્યાં ચોવીસ કલાક વિજળીની સપ્લાય પહેલા કરાશે  જે ગ્રાહક ઈમાનદારીથી બિલ ચુકવે છે, તેને ચોવીસ કલાક વિજળી સપ્લાય પહેલા અપાશે  જેથી વધારે વિજળી ચોરી કરનારા વિસ્તાર સપ્લાયના ફરકને સમજે તેમજ  જ્યાં 15 ટકાથી વધારે વિવરણ નુકશાન છે ત્યાં ગ્રાહકને બિલ ચુકવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી શકે છે  વધારે નુકશાનવાળા વિસ્તારમાં સ્માર્ટ મીટર પહેલા લગાવાશે
કેન્દ્રની મોદી સરકાર વિજળી સપ્લાય શ્રેષ્ઠ બનાવી ગ્રાહકોને મોટા વિજળી કટથી બચાવવા માટે મોટું પગલુ ભરવાની દિશામાં તૈયારી કરી રીહ છે. દિવસમાં ત્રમ પ્રકારના ટેરિફ હોઈ શકે છે. જેમ કે, સવારે, બપોરે અને સાંજે વિજળીના અલગ અલગ દર હશે. રાતની વિજળીના દર અત્યારે જેટલા છે તેનાથી વધારે નહી હોય.

(11:54 pm IST)