મુખ્ય સમાચાર
News of Wednesday, 18th July 2018

કર્મચારી વર્ગનાં વેતનનાં માળખામાં થશે ધરખમ ફેરફારઃLTA-HRA જેવા ભથ્થાની નકકી થશે

CTC માં મૂળ વેતનનો હિસ્સો વધારાશે જેથી કર્મચારીના પીએફ-ગ્રેચ્યુઇટીમાં વધુ રકમ જઇ શકેઃ ભથ્થાની કુલ રકમ મૂળ વેતનના પ૦ ટકાથી વધારે નહી હોય

નવી દિલ્હી, તા.૧૮: કર્મચારીઓની સામાજીક સુરક્ષાને મજબૂત કરી તેમને રાજી કરવા માટે મોદી સરકાર વેતનના માળખામાં મોટા ફેરફારોની તૈયારી કરી રહ્યા છે. વેતન માળખામાં સરકાર એલટીઓ અને એચઆરઓ જેવા ભથ્થાઓની મહતમ મર્યાદા નકકી કરી શકે છે.

સંસદના ચોમાસુ સત્રમાં સરકાર આ માટે એક ખરડો લાવવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રસ્તાવિત સુધારમાં સરકાર 'કોસ્ટ ટુ કંપની' (સીટીસી) માં મૂળ વેતનનો હિસ્સો વધારવાના પક્ષમાં છે જેનાથી કર્મચારીના પીએફ-ગ્રેચ્યુઇટીમાં વધુ રકમ જઇ શકે.

જાણકારોનો તર્ક છે કે પીએફમાં વધુ  રકમ જમા થવાથી કર્મચારી ભવિષ્યમાં વધુ પેન્શનનો હકકદાર બનશે. જેનાથી તે આર્થિક રીતે વધુ સુરક્ષિત બનશે.

આજે સંસદમાં શ્રમ મંત્રાલયની સ્થાયી  સમિતિની નવા પ્રસ્તાવ પર તૈયાર ડ્રાફટ ને સ્વીકારવા માટે બેઠક છે.

નવા પ્રસ્તાવ મૂજબ ભથ્થાની કુલ રકમ મૂળ વેતનના પ૦ ટકાથી વધારે નહિ રહે. જો પ૦ ટકાથી વધુ ભથ્થા હોય તો તેને મૂળ વેતનમાં જોડી દેવાશે. આ પ્રકારે મૂળ વેતનમાં મોટો વધારો કરી શકાશે. (૨૩.૩)

(11:44 am IST)