મુખ્ય સમાચાર
News of Wednesday, 18th July 2018

નવી ફોર્મ્યુલાથી કેન્દ્રીય કર્મચારીઓનુ ડીએ વધશે

ઔદ્યોગિક કામદારો માટે મજુર મંત્રાલય સીપીઆઇની નવી સીરીઝ બનાવી રહી છે જેના દ્વારા ડીએ નક્કી થશે

નવી દિલ્હી તા. ૧૮ : સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળતુ મોંઘવારી ભથ્થુ વધી શકે છે. લેબર મીનીસ્ટરી ઔદ્યોગિક કામદારો માટે કંઝયુમર પ્રાઇજ ઈન્ડેક્ષની નવી રસીરીઝ  પર કામ કરી રહી છે. આ સીરીઝનો ઉપયોગોંઘવારી ભથ્થુ નક્કી કરવા માટે થશે. આ પગલાથી ૧.૧ કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને લાભ થઇ શકે છે.

ડીએન ગણત્રી કર્મચારીઓના મુળ પગારના પર્સન્ટેજના રૂપે થતી હોય છે.ે મોંઘવારીની અસર ઓછી કરવા માટે ડીએ અપાતુ હોય છે. એક સીનીયર સરકારી અધિકારીએ કહ્યુ કે લેબર એન્ડ એમ્પલોઇમેન્ટ મીનીસ્ટરી નીચે કામ કરતા લેબર બ્યુરોએ ઔદ્યોગિક કામદારો માટે ૨૦૧૬ ને બેઝીક વર્ષ ગણીને  સીપીઆઇની એક નવી સીરીઝ નક્કી કરી દીધી છે. હાલના ઈન્ડેક્ષમાં બેઝ પર ૨૦૦૧ છે. બેઝ યર દર વર્ષે બદલવામાં આવશે. જેથી જીવન નિર્વાણ માટે ના ખર્ચ થતા ફેરફારોની અસરને વધુ સારી રીતે શામેલ કરી શકાય. બેઝ યરમાં છેલ્લો ફેરફાર  ૨૦૦૬માં છઠ્ઠા પગાર પંચે કર્યો હતો. તેણે બેઝયરને  ૧૯૮૨માંથી બદલાવીને ૨૦૦૧ કર્યો હતો.

નવા ઈન્ડેક્ષમાં નવા ઈન્ડ્સ્ ટ્રીયલ સેન્ટ્રલ સામેલ કરાશે.  આમ આમા સામેલ આવા  સેંટરોની સંખ્યા  ૭૮ થી વધીને ૮૮ થઇ જશે. છેલ્લા ૧૫ વર્ષોમાં ઔદ્યોગિક કામદારોની જીવન શૈલીમાં થયેલા ફેરફારોની અસર આમાં  શામેલ કરવા માટે આમા કરાર, મોબાઇલ સહિત ઘણી વસ્તુઓ ઉમેરાશે.

અધિાકરીએ જણાવ્યુ કે અત્યાર સુધીનો ટ્રેંડ અવો છે કે ઔદ્યોગીક કર્મચારીઓના માસિક ખર્ચમાંથી નવવી સીરીઝમાં ટ્રાન્સ્પોર્ટ , હેલ્થકેર અને મકાનનું વેઇટેજ  કેટલાય ગણુ વધી ગયુ છે. આનુ મુખ્ય કારણ પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ અને કારને આમા શામેલ કરાઇ તે છે. જ્યારે ખાદ્ય પદાર્થ નીચે આવ્યા છે. તેને ડાઇવર્સીફાય કરાઇ રહ્યા છે. આમ બળતણની કિંમતો , હેલ્થકેર અને મકાનની કિંમતોમાં વધારાને લીધે ઈન્ડેક્ષમાં કેટલાક વધારો થઇ શકે છે.

આ ઈન્ડ્ેક્ષો ઉપયોગ સરાકરી કર્મચારીઓ અને ઔદ્યોગીક કામદારોના ભથ્થા નક્કી કરવામાં થાય છે. જેથી બેઝયરમાં ફેરફાર થવાથી  સરકારી ખજાના  પર કરોડો રૂપિયાની  અસર થઇ શકે છે.  નવા ઈન્ડેકસને  ટુંક સમયમાં ટેકનીકલ  એડવાઇઝરી  કમીટી સમક્ષ મુકાશે. જ્યાથી તેને નેશનલ ટ્રાઇપાર્ટી કંસલટેશન  માટે  રીફર કરાશે. ત્યાર બાદ તેને  અંતિમ રૂપ અપાશે. સાતમા પગાર પંચની ભલામણો અત્યારે આધારે કેન્દ્રીંય મંત્રી મંડળે આ વર્ષે માર્ચમાં ડીએ વધારીને ૭ ટકા કર્યુ હતુ. આ વધારો જાન્યુઆરી -૧૮ થી લાગુ કરાયો હતો.  જેના લીધે કેન્રદ સરકારના ૪૮.૪૧ લાખ કર્મચારીઓ અને ૬૧.૧૭ લાખ પેન્શનરોને ફાયદો થયો હતો. 

(11:33 am IST)