મુખ્ય સમાચાર
News of Tuesday, 17th July 2018

મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે વિપક્ષ: 12 વિપક્ષ થયાં તૈયાર

 

નવી દિલ્હી :કોંગ્રેસે કહ્યું કે, તે બુધવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસું સત્રમાં તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે મળીને સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. લોકસભામાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, સોમવારે વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં સામેલ થયેલ તમામ પક્ષો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા સહમત થયા છે. તેમણે કહ્યું, કોંગ્રેસનો પ્રયત્ન તમામ વિપક્ષી દળોને સાથે લેવાનો રહેશે.

(12:43 am IST)