મુખ્ય સમાચાર
News of Friday, 18th June 2021

ભાજપ આયોજિત રેલીમાં માત્ર 6 લોકોએ જ માસ્ક નહોતા પહેર્યા ? : કર્ણાટકના બેલગાવીમાં અમિત શાહની અધ્યક્ષતામાં જાન્યુઆરી માસમાં રેલી યોજાઈ હતી : રેલીમાં હજારો લોકો જોડાયાના ફોટા છે : પોલીસ કમિશનરે રજૂ કરેલી એફિડેવિટ સામે કર્ણાટક હાઇકોર્ટનો રાજ્ય સરકારને વેધક સવાલ : 19 જુલાઈ સુધીમાં સીલ કવરમાં અહેવાલ રજૂ કરવા પોલીસ કમિશ્નરને નામદાર કોર્ટનો આદેશ

કર્ણાટક : કર્ણાટકના બેલગાવીમાં અમિત શાહની અધ્યક્ષતામાં જાન્યુઆરી માસમાં રેલી યોજાઈ હતી . જેમાં માત્ર 6 લોકોએ જ માસ્ક નહોતા પહેર્યા તેવી  એફિડેવિટ બેલગાવી પોલીસ કમિશનરે કોર્ટમાં રજૂ કરી હતી.

પોલીસ કમિશનરની એફિડેવિટ વાંચી ચોકી ઉઠેલા ચીફ જસ્ટિસ અભય શ્રીનિવાસ તથા જસ્ટિસ સુરજ ગોવિંદરાજે રાજ્ય સરકારને વેધક પ્રશ્ન પૂછતાં જણાવ્યું હતું કે ભાજપ આયોજિત રેલીમાં માત્ર 6 લોકોએ જ માસ્ક નહોતા પહેર્યા ? . રેલીમાં હજારો લોકો જોડાયાના ફોટા છે . આથી નામદાર કોર્ટે પોલીસ કમિશ્નરને 19 જુલાઈ સુધીમાં સીલ કવરમાં અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે લેટઝકિટ્સ ફાઉન્ડેશન દ્વારા દાખલ કરાયેલી કોવિદ -19 નિયમોના પાલન અંગેની સુનાવણી વખતે નામદાર કોર્ટે પોલીસ કમિશનર તથા રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:03 pm IST)