મુખ્ય સમાચાર
News of Friday, 18th June 2021

મહારાષ્ટ્રના થાણેમાં ઇમારતનો ભાગ ધરાશાયીઃ મુલુંદમાં દિવાલ પડતા એકનું મોત

મુંબઈ, તા. ૧૮ : થાણેમાં આજે સવારે એક ઈમારતનો ભાગ ધરાશાયી થયો હતો. જો કે આ દરમિયાન કોઈ જાનહાનીની ઘટના નથી બની. પરંતું મુલુંદની દિવાલ પડવાથી એક વ્યકિતનું મોત નીપજ્યું છે.

મહારાષ્ટ્રના થાણેમાં આજે એટલે કે શુક્રવારે સવારે ૫ .૨૦ વાગે એક ઈમારતનો ભાગ ધરાશાયી થયો હતો. થાણે નગર નિગમમાંથી મળતી માહિતી મુજબ  આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થઈ નહોંતી. ત્યારે ગત રાતે મુંબઈના મુલુંદ(પશ્ચિમ)માં એક દિવાલ ધરાશાયી થતાં એક વ્યકિતના મોતના સમાચાર મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચોમાસાનું આવવાને કારણે આ પ્રકારની ઘટનાઓ વધી જાય છે.

મળતી માહિતી અનુસાર ઘટના મુલુંદ પશ્ચિમના કલ્પદેવી પાડા વિસ્તારની છે. ફ્યૂચર્સ ફ્લેટની દીવાલ ગત રાતે લગભગ ૮ વાગે પડી હતી. આ ઘટનામાં એક વ્યકિતનું મોત થયું હતુ. મૃતકની ઓળખ ૩૫ વર્ષીય દિલીપ વર્મા તરીકે કરાઈ છે.

હવામાન વિભાગે આજે ૧૮ જૂન અને ૧૯ જૂન મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં મૂસળધારથી વધારે ભારે વરસાદની આગાહી કરી છે.  ભારે હવા પણ ચાલશે જેને જોતા હવામાન વિભાગે નાગરિકોને સતર્ક રહેવાની ચેતવણી આપી છે.

(3:11 pm IST)