મુખ્ય સમાચાર
News of Friday, 18th June 2021

પ્રવાસી મજૂરોના સંગઠનની સુપ્રીમ કોર્ટમાં અરજ : આત્મનિર્ભર ભારત યોજના ફરીથી ચાલુ કરો : વન નેશન વન રાશન કાર્ડ અમલી બનાવો

ન્યુદિલ્હી : પ્રવાસી મજૂરોના સંગઠન સર્વ હર જન આંદોલન ,તથા અંગ મહેનતી કષ્ટકારી સંઘર્ષ સમિતિએ સુપ્રીમ કોર્ટમાં અરજ ગુજારતા જણાવ્યું છે.કે દેશમાં આત્મનિર્ભર ભારત યોજના ફરીથી ચાલુ કરો તથા વન નેશન વન રાશન કાર્ડ અમલી બનાવો .

વર્તમાન કોવિદ -19 સંજોગોમાં પ્રવાસી મજૂરોની તકલીફો ઉપર પ્રકાશ પાડતા બંને સંગઠનોએ જણાવ્યું હતું કે ડિસેમ્બર 2021 સુધી પ્રવાસી મજૂરોને રાશન કાર્ડ વગર વિના મુલ્યે અનાજ વિતરણ કરવા માટે આત્મનિર્ભર ભારત યોજના ફરીથી શરૂ કરાવવી જરૂરી છે.

તેમણે વન નેશન વન રાશન કાર્ડ યોજના અંગે જણાવ્યું હતું કે હજુ સુધી દેશના 11 રાજ્યો તથા 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ યોજનાનો અમલ બાકી છે. તે કરાવવો જરૂરી છે.

ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ દ્વારા પ્રવાસી મજૂરો માટે ચાલતા રસોડાઓને રાજ્ય સરકારોએ મદદ કરવી જોઈએ.

આ સિવાય અનાજ વિતરણની પ્રક્રિયા પારદર્શક બનાવવાનો પણ અનુરોધ કર્યો છે તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(2:09 pm IST)