મુખ્ય સમાચાર
News of Friday, 18th June 2021

રોકાણકારોને તક : સોનાના ભાવમાં એકધારો ઘટાડો :ઊંચી સપાટીએથી ,9000 થયું સસ્તું

નવી દિલ્હી : સોનાના ભાવમાં આજે પણ ઘટાડો થયો છે. નિષ્ણાનાતો અનુસાર હાલનો સમય સોનામાં રોકાણ માટે ઉત્તમ માનવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત ઉતાર – ચઢાવ દેખાઈ રહ્યો છે.

 આજે ગુડ રીટર્ન વેબસાઇટ અનુસાર 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 47,410 રૂપિયાથી ઘટીને 47,350 થયો છે. જયારે 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ 60 ઘટીને રૂ 48,350 થયો છે જે અગાઉના ટ્રેડિંગ સેશનમાં 48,410 રૂપિયા હતો. ગુજરાતમાં સોનુ આજે 48700 આસપાસ ટ્રેડ થઇ રહ્યું છે.
   જો સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલ સારી તક છે. સોનાનો દર સર્વોચ્ચ સપાટીથી 9,000 રૂપિયા સસ્તો છે.અત્રે  ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ.56000 ને પાર ગયો હતો. સોનાના દર આ વર્ષના અંત સુધીમાં મોટો ઉછાળો નોંધાવે તેવા પણ અનુમાન છે.

 બજારના નિષ્ણાંતોનું અનુમાન છે કે સોનાના ભાવ કન્સોલિડેશનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે હાલમાં સોનું સસ્તું થઇ રહ્યું છે જે સમયે સોનામાં રોકાણ કરવું જોઈએ. સોનું ડિસેમ્બર 2021 ના અંત સુધીમાં 10 ગ્રામ દીઠ રૂ 53,500 ની સપાટીને સ્પર્શે તેવા અનુમાન છે

(1:39 pm IST)