મુખ્ય સમાચાર
News of Friday, 18th June 2021

મલયાલમ ફિલ્મોની હોટ એકટ્રેસનો ધડાકો

'દ્રશ્યમ' એકટર સહિત ૧૪ લોકોએ મારી સાથે શરીર સંબંધ બાંધીને કર્યુ શોષણ...

એકટ્રેસ રેવતી સંપતે પોતાની પોસ્ટમાં ૧૪ લોકોનું લિસ્ટ જાહેર કર્યુ છેઃ આ પોસ્ટ બાદ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે

મુંબઇ, તા.૧૮: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ અને શારીરિક શોષણની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. હવે લિસ્ટમાં વધુ એક એકટ્રેસનુ શોષણ થયુ હોવાનુ ખુદ એકટ્રેસે ધડાકો કરીને આરોપ લગાવ્યો છે. જાણીતી મલયાલમ એકટ્રેસ રેવતી સંપતે પોતાના સોશયલ મીડિયા અકાઉન્ટ પર પોતાની સાથે ફિલ્મ દ્રશ્યમના એકટરથી લઇને ડાયરેકટર સુધીના નામો જાહેર કર્યા છે, તેને તમામ લોકો પર શારીરિક શોષણ કર્યાનો આરોપ લગાવ્યો છે.

એકટ્રેસ રેવતી સંપતે પોતાની પોસ્ટમાં ૧૪ લોકોનું લિસ્ટ જાહેર કર્યું છે. પોસ્ટ બાદ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. એકટ્રેસે તમામ લોકો પર આક્ષેપ મૂકયો છે કે તમામ લોકોએ તેનું શોષણ કર્યું છે. લિસ્ટમાં જાણીતા એકટર, ડિરેકટર તથા એક સબ ઈન્સ્પેકટર સામેલ છે.

એકટ્રેસે રેવતીએ પોસ્ટ શેર કરીને કહ્યું હતું, 'હું અહીંયા પ્રોફેશનલ, વ્યકિતગત, સાઇબર સ્પેસના માધ્યમથી દુર્વ્યવહાર કરનારા અપરાધીઓના નામનો ઘટસ્ફોટ કરી રહી છું. તેમણે અત્યાર સુધી મારુ શારીરિક, માનસિક તથા ભાવનાત્મક રીતે શોષણ કર્યું છે.

એકટ્રેસ રેવતીએ ૧૪ લોકો પર મુકયો આક્ષેપ?

. રાજેશ ટચરિવર (ડિરેકટર)

. સિદ્દીકી (એકટર)

. આશિક માહી (ફોટોગ્રાફર)

. શિજુ આર (એકટર)

. અભિલ દેવ (કેરળ ફેશન લીગ, ફાઉન્ડર)

. અજય પ્રભાકર (ડોકટર)

. એમ. યસયસયસ

. સૌરભ કૃષ્ણન (સાઇબર બુલી)

. નંદુ અશોકન (DYFI યુનિટ કમિટીના સભ્ય, નેદુમકાડ)

૧૦. મેકસવેલ જોસ (શોર્ટ ફિલ્મના ડિરેકટર)

૧૧. શાનુબ કરુવથ તથા ચાકોસ કેક (એડ ડિરેકટર)

૧૨. રાકેંટ પાઈ (કાસ્ટિંગ ડિરેકટર)

૧૩. સરુન લિયો (ESAF બેંક એજન્ટ, વલિયાથુરા)

૧૪. સબ ઈન્સ્પેકટર બીનુ (પુનથુરા પોલીસ સ્ટેશન, ત્રિવેદન્દ્રમ)

કોણ છે રેવતી?

૨૭ વર્ષીય રેવતીએ ૨૦૧૯માં ફિલ્મ 'પટનાગઢ' મલયાલમ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ૨૦૧૮માં 'વોફટ' ફિલ્મમાં કામ કર્યું હતું. ફિલ્મમાં શિજુ જહોન, આશિષ શિશધર હતા. એકટ્રેસ હોવા ઉપરાંત સપંત એકિટવિસ્ટ તથા સાયકોલોજિસ્ટ પણ છે.

રેવતીની આ પોસ્ટ ઘણી જ વાઇરલ થઈ છે. આ પોસ્ટ પર અનેક યુઝર્સ વિવિધ કમેન્ટ્સ કરી છે. કેટલાંક લોકો તેને પબ્લિસિટી સ્ટંટ માને છે તો કેટલાંકે આ ૧૪ લોકો વિરુદ્ઘ કાનૂની કાર્યવાહી કરવાની માગણી કરી છે

(1:17 pm IST)