મુખ્ય સમાચાર
News of Friday, 18th June 2021

મહામારીએ મોટી કંપનીઓને છપ્પરફાડ ફાયદો કરાવ્યો : નાની કંપનીઓનો કચ્ચરઘાણ નીકળી ગયો

કોવિડ-૧૯નો દોર મોટી કંપનીઓને ફળ્યો : બમ્પર કમાણી થઇ : અડધાથી વધુ નાના - મધ્યમ ઉદ્યોગોની માઠી થઇ ગઇ : તાળા મારવાની નોબત

નવી દિલ્હી તા. ૧૮ : કોરોના મહામારીનો દોર મોટી કંપનીઓ માટે અવસર સાબિત થઇ રહ્યો છે. જયારેનાની કંપનીઓ મહામારીનોશિકાર બની છે. સંક્રમણની પ્રથમ લહેર બાદ મોટી કંપનીઓના કારોબારમાં ભારે વધારો જોવા મળ્યો છે. અને બીજી બાજુ નાના એકમોનેદુકાનદારોને ધંધા બંધ કરી દેવાનો વારો આવ્યો છે.

રિઝર્વ બેંકેહાલના માસિક રિપોર્ટમાં જણાવ્યું કે ઓકટોબરમાં ૨૦૨૦ બાદ ઉભરવાના પ્રયત્નોમાં લાગેલા એકમોને બીજી લહેરેફરી નુકશાન પહોચાડ્યુંછે. દરમયાનઅર્થવ્યવસ્થાનાઉત્પાદનને લાખ કરોડ રૂપિયાનું નુકશાનથયું છે. વખતે નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં અસર વધુ જોવા મળી છે. જેનાથી નાના દુકાનદારોના ધંધા ચોપટ થઇ ગયા છે.

લોકલ સર્વિસના જણાવ્યા મુજબ, મહામારીમાં દેશભરમાં મોબાઈલની ૧૦ હજાર દુકાનોબંધ થઇગઈ છે. જે તેની કુલ સંખ્યાના ટકા છે. તેની જગ્યા મોટી કંપનીઓએલઇ લીધી છે. દેશના ૪૯ ટકા સ્ટાર્ટઅપ અને એમએસએમઈનીપાસે ફંડ બચ્યું નથી. અને તેઓ જુલાઈથી કામ બંધ કરવા અને પ્રોડકસનઘટાડવા અને કર્મચારીઓની સંખ્યા ઓછા કરવા પર વિચાર કરી રહી છે. ૨૨ ટકાની પાસે ત્રણ મહિનાનું ફંડ બચ્યું છે. જયારે૪૧ ટકાનીપાસે અંદાજે એક મહિનો ધંધો ચાલી શકે એટલું ફંડ વધ્યું છે.

સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઈકોનોમી મુજબ, મહામારી દરમિયાન મોટી કંપનીઓએતેમના કરારોમાં સુધારો કર્યો. જેની સીધી અસર એમએસએમઈ પર જોવા મળ્યો. બજારમાં ,૪૮૧ કંપનીઓએ૧૨ જૂન સુધી ઘોષિત જાન્યુઆરી-માર્ચ તિમાંહીના પરિણામ મુજબ, તેનો કુલ ચોખ્ખો નફો .૮૧ લાખ કરોડ રૂપિયા રહ્યો છે. તે અગાઉની તીમાહિના રેકોર્ડ નફાથી ૧૫ ટકા વધુ છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે નાના એકમો અને દુકાનદારોનો કારોબાર લોકડાઉને ખતમ કરી નાખ્યો છે. તેનું સ્થાન મોટી કંપનીઓએલઇ લીધી છે.

અર્થશાસ્ત્રીના જણાવ્યા મુજબ, કોઈ અર્થવ્યવસ્થામાંજયારે નાની કંપનીઓનો વ્યાપ વધે છે તો રોજગારની તકનું સર્જન થાય છે. મહામારી બાદ દુનિયાભરમાં નાની કંપનીઓનોકારોબાર સૌથી વધુ પ્રભાવિત થયો છે. જેના લીધે રોજગાર પડી ભાંગ્યો છે. આ ઉપરાંત વર્ક ફ્રોમ હોમ જેવી વ્યવસ્થાથી કેબ અને ટેકસી ચાલકોની કમાણી પડી ભાંગી છે.ગયા ૧૫ મહિનાથી ઓલ ઉબર ટેકસી ચાલકોની આવકો શૂન્ય થઇ ગઈ છે જે વધુ પડતી ઓફીસે જનારા લોકો પર આધારિત હતી

(1:14 pm IST)