મુખ્ય સમાચાર
News of Tuesday, 18th June 2019

હેમામાલીનીએ લોકસભામાં રાધે-રાધે, અને કૃષ્ણમ વંદે જગદગુરૂમ બોલી શપથવિધી પૂર્ણ કરી

         મથુરા (ઉતરપ્રદેશ ) થી બીજેપી સાંસદ હેમામાલીનીએ મંગળવારના લોકસભામાં પોતાની શપથ વિધી રાધે-રાધે  અને કૃષ્ણમ વંદે જગદગરૂમ કહી પૂર્ણ કર્યા. હેમામાલીની બીજી વખત મથુરાથી સાંસદ નિર્વાચિત થઇ લોકસભામાં ગયેલ છે. જયારે યુપીએ અધ્યક્ષા સોનીયા ગાંધીએ હિન્દીમાં લોકસભા સાંસદ પદના શપથ લીધા જે પછી બીજેપી સાંસદોએ એમનું અભીવાદન કર્યુ.

(10:46 pm IST)