મુખ્ય સમાચાર
News of Tuesday, 18th June 2019

ચીનમાં પ્રચંડ ભૂકંપ સિયુઆનમાં ૧૧ મોત :૧૧૨ને ઈજાઃ આંકડો વધશે

બીજિંગ,તા.૧૮: ચીની ભૂકંપ કેન્દ્રના જણાવ્યા અનુસાર પહેલો ભૂકંપ સ્થાનિક સમય અનુસાર રાતે ૧૦: ૫૫ વાગ્યે ઇબિન શહેરના ચાંગિંગ વિસ્તારમાં આવ્યો જેની તીવ્રતા રિકટર સ્કેલ પર ૬.૦ હતી. તો ૫.૩દ્ગક તીવ્રતાવાળો બીજો આંચકો આજે સવારે આવ્યો.

ઇબિનના લોકોના જણાવ્યા અનુસાર ભૂકંપના અડધા કલાક બાદ પણ આંચકા અનુભવાયા. જોકે સિચુઆન પ્રાંતની રાજધાની ચેંગડૂમાં અર્લી વોર્નિંગ સિસ્ટમમાં ભૂકંપની એક મિનિટ પહેલાં જ એલાર્મ વાગવાનું શરૂ થઇ ગયું હતું. એક મિનિટનું કાઉન્ટડાઉન પૂરું થતાં જ ભૂકંપના તેજ આંચકા આવ્યાં હતાં. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે બચાવ અને રાહતકાર્ય શરૂ કરી દીધું છે.

(4:06 pm IST)