મુખ્ય સમાચાર
News of Tuesday, 18th June 2019

વિસ્તારા અને ગોએર એરલાઇન્સે માત્ર રૂ. ૧ર૯૯ માં હવાઇ પ્રવાસ ઓફર આપી

મુંબઈ,તા.૧૮: જાણીતી એરલાઇન્સ કંપનીઓ વિસ્તારા (Vistara) અને ગોએર (GoAir)એ ટિકિટોમાં આકર્ષક ઓફર આપી છે. ચોમાસા પહેલાની ટિકિટના વેચાણમાં ગોવા, કોલકાતા તેમજ બેંગ્લુરુ જેવા લોકપ્રિય સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિસ્તારાએ ડ્ઢીઙ્મરૈ-ન્ેષ્ઠાર્હુના રૂટ પર એક તરફનું લઘુત્તમ ભાડું ૧,૨૯૯ રૂપિયા કરી દીધું છે. ગોએરે લઘુત્તમ ભાડું ૧,૭૬૯ રૂ. કરી દીધું છે.

વિસ્તારાએ એક નિવેદનમાં કહ્યું છે કે ઇકોનોમી તેમજ પ્રીમિયમ ઇકોનોમી ક્લાસનું ટિકિટ બુકિંગ ઓછામાં ઓછા ૧૫ દિવસ પહેલાં કરવું જોઈએ. આ સિવાય બિઝનેસ ક્લાસની ટિકિટનું બુકિંગ ઓછામાં ઓછું ત્રણ દિવસ પહેલાં કરવું જોઈએ. આ બુકિંગ સોમવારની રાત્રે શરૂ થયું છે. ૧ જુલાઈ અને ૩૦ સપ્ટેમ્બર વચ્ચે પ્રવાસ માટે ૬ દિવસ માટે ટિકિટનું વેચાણ કરવામાં આવશે.

આ પહેલાં ઇન્ડિગોએ સસ્તી ટિકિટ આપવા માટે ૪ દિવસના સમર સેલની જાહેરાત કરી હતી. આ ઓફર અંતર્ગત પણ લોકોને ૧૬ જૂનથી ૨૮ ડિસેમ્બર વચ્ચે પ્રવાસ કરવાની તક મળતી હતી. કંપનીના અધિકારીએ જાહેરાત કરી હતી કે સેલમાં તેમને સારો પ્રતિભાવ મળતો હોવાના પગલે આ જાહેરાત કરવામાં આવી છે.

(3:34 pm IST)