મુખ્ય સમાચાર
News of Tuesday, 18th June 2019

નોકરી માટે અમેઝોન ભારતીયોની સૌથી ફેવરિટ કંપનીઃ માઇક્રોસોફ્ટ બીજા સ્થાને

રેડસ્ટેડ એંપ્લોયર બ્રાંડ રિસર્ચ (આરઇબીઆર)એ સોમવારે જાહેર કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું છે. નાણાકીય સ્થિતિ, આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અને સાખ (રેપુટેશન)ના માર્ચ પર અમેઝોન સૌથી ઉપર છે

નવી દિલ્હી, તા.૧૮: નોકરી માટે અમેઝોન દેશમાં સૌથી વધુ કરવામાં આવતી કંપની છે. માઇક્રોસોફ્ટ બીજા અને સોની ત્રીજા ક્રમે છે. રેડસ્ટેડ એંપ્લોયર બ્રાંડ રિસર્ચ (આરઇબીઆર)એ સોમવારે જાહેર કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું છે. નાણાકીય સ્થિતિ, આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અને સાખ (રેપુટેશન)ના માર્ચ પર અમેઝોન સૌથી ઉપર છે.

ટોપ-૧૦ આકર્ષક કંપનીઓ

રેંક     કંપની

૧     અમેઝોન

૨     માઇક્રોસોફ્ટ

૩     સોની

૪     મર્સિડિઝ બેંજ

૫     આઇબીએમ

૬     લાર્સન એન્ડ ટર્બો

૭     નેસ્લે

૮     ઇન્ફોસિસ

૯     સેમસંગ

૧૦     ડેલ

સર્વેના અનુસાર ૫૫% ભારતીય મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કરવાનું પસંદ કરે છે. ફકત ૯% લોકો સ્ટાર્ટઅપને સિલેકટ કરે છે. ભારતીય કર્મચારી નોકરી સિલેકટ કરતી વખતે પગાર અને અન્ય ફાયદા જુએ છે. કામ- જીંદગીમાં સંતુલન અને જોબ સિકયોરિટી બીજી પ્રાથમિકતા હોય છે. રેડસ્ટેડ ઇન્ડીયાના એમડી અને સીઇઓ પોલ ડુપુઇસનું કહેવું છે કે એમ્પ્લોયર બ્રાંડિંગ, કંપનીઓ અને કર્મચારીઓ માટે સારું ટૂલ બનીને ઉભરી છે.

રેંડસ્ટેડ એંપ્લોયર બ્રાંડ રિસર્ચ દુનિયાની ૭૫ ટકા અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. તેમાં ૩૨ દેશ સામેલ છે અને આ દરેક વર્ષે દુનિયાભરમાંથી બે લાખથી વધુ લોકો સર્વેક્ષણ કરે છે. હિંદુસ્તાનમાં કોઇ એમ્પ્લોયરને સિલેકટ કરવાનું કારણ તેના દ્વારા આપવામાં આવતો પગાર અને કર્મચારીને મળનાર ફાયદા છે. ત્યારબાદ લોકો આ મામલે કામ અને અંગત જીંદગી વચ્ચે સંતુલન અને નોકરીની સુરક્ષાને ધ્યાનમાં રાખે છે.

સર્વેમાં એક વાત સામે આવી કે ૫૫ ટકા ભારતીય મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરવું પસંદ કરે છે. તો બીજી તરફ નવ ટકા લોકો સ્ટાર્ટઅપમાં કામ કરવાનું પસંદ કરે છે.

(3:28 pm IST)