મુખ્ય સમાચાર
News of Tuesday, 18th June 2019

2027માં વસ્તીના મામલે ભારત દુનિયાનો નંબર વન દેશ બનશે: ચીનને પાછળ છોડશે ! : યુએનનો અહેવાલ

વર્ષ 2050 સુધી ભારતની વસ્તીમાં 27 કરોડ 30 લાખ લોકો વધુ ઉમેરાશે

નવી દિલ્હી :આગામી આઠ વર્ષમાં વસ્તીના મામલે ભારત દુનિયાનો નંબર વન દેશ બની જશે ભારત ચીનને પછાડી આગળ નીકળી જશેયુએનના એક રિપોર્ટમાં એક અંદાજ મુજબ વર્ષ 2050 સુધી ભારતની કુલ વસ્તીમાં 27 કરોડ 30 લાખ લોકો વધુ ઉમેરાશે.

  ધ વર્લ્ડ પોપ્યૂલેશન પ્રોસ્પેક્ટ્સ' 2019 નામના હેવાલ મુજબ 2019માં ભારતની અંદાજિત વસ્તી 1.37 અરબ જ્યારે ચીનની વસ્તી લગભગ 1.43 અરબ છે. 2027 સુધીમાં ભારતની વસ્તી ચીનથી વધારે થઇ જશે

 . યૂએનના ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેયર્સના પોપ્યુલેશન ડિવિઝનની રિપોર્ટ મુજબ, 2050 સુધી દુનિયાની વસ્તીમાં 2 અરબ લોકોનો વધારો થવાનો અંદાજ છે.

દુનિયની વસ્તી આવનારા 30 વર્ષોમાં વર્તમાન 7.7 અરબથી વધીને 9.7 અરબ થઇ જવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. રિપોર્ટમાં દર્શાવાયું છે કે 2050 સુધી 55 દેશોની વસ્તી ઓછામાં ઓછી 1 ટકા ઘટી શકે છે. સંયોગથી 2010 સુધી 27 દેશોની વસ્તીમાં લઘુત્તમ 1 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

 ઘણા બધા દેશોમાં વસ્તી ઘટવાના ટ્રેન્ડ પાછળ ખરાબ જન્મદરને જોવાઇ રહ્યો છે. કેટલાક મામલામાં બીજા દેશોમાં વિસ્થાપિત હોવું પણ એક કારણ છે.

 જો ઘટતી વસ્તી વાળા 55 દેશોની વાત કરીએ તો તેમા ચીનમાં 2050 સુધી 2.2 ટકા અથવા 3.14 કરોડનો ઘટાડો થવાની આશા દર્શાવાઇ રહી છે. આ દરમિયાન ભારતમાં 2.73 કરોડ વસ્તીનો વધારો થવાનું અનુમાન છે. 2027મા ભારતના ચીનથી આગળ નીકળ્યા બાદ દુનિયાના સૌથી વધારે વસ્તી વાળા 5 દેશોમાં કોઇ બદલાવ નહીં થાય અને તેમા સદી દરમિયાન કોઇ બદલાવ નહીં આવે.

(1:03 pm IST)