મુખ્ય સમાચાર
News of Tuesday, 18th June 2019

બંગાળની ખાડીમાં બે- ત્રણ દિવસમાં લો-પ્રેસર બનશેઃ જે ચોમાસાને વેગ આપશે

વાવાઝોડાની સિસ્ટમ્સ રાજસ્થાન ઉપરથી સરકી ગઈઃ આજનો દિ' વરસાદી માહોલઃ રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સવારથી હળવા ઝાપટા ચાલુઃ સવારે ૧૦ વાગ્યાથી સૂર્યનારાયણે દર્શન દીધા આજનો દિવસ સોમનાથ, ભુજ, કોડીનાર, તુલસીશ્યામમાં સારો વરસાદ પડશે

રાજકોટ,તા.૧૮: વાવાઝોડુ નબળુ પડી તેની સિસ્ટમ્સ રાજસ્થાન ઉપરથી સરકી ગઈ છે. આ સિસ્ટમ્સની થોડીઘણી અસરથી સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતમાં આજનો દિવસ વરસાદી માહોલ રહેશે. દરમિયાન બંગાળની ખાડીમાં આગામી બે- ત્રણ દિવસમાં એક લો- પ્રેસર બની રહ્યું છે. જે ચોમાસાને ગતિ આપનારૂ રહેશે. તેમ એક હવામાનની ખાનગી સંસ્થાએ જણાવ્યું છે.

'વાયુ' વાવાઝોડુ ગઈકાલે ઉતરોઉતર નબળુ પડી ગયું હતું. જે ડીપ્રેશનમાં પરીવર્તીત થઈ કચ્છમાંથી પસાર થઈ ગયું હતું. આ સિસ્ટમ્સ રાજસ્થાન ઉપરથી પસાર થઈ ગઈ હતી. આ સિસ્ટમ્સની થોડીઘણી અસર આજનો દિવસ જોવા મળશે. આજે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.

દરમિયાન રાજકોટ શહેરમાં ગઈસાંજથી જોરદાર પવનો ફૂંકાતા હતા. રાત્રી સમયે પણ આવો જ માહોલ હતો. મોડીરાત્રે હળવું ઝાપટું વરસી ગયું હતું. અગાસીઓ ઉપર સુનારાઓને ભાગવું ભારે પડયું હતું. આજે વ્હેલી સવારથી વાદળાઓ છવાયેલા છે અને હળવા ભારે ઝાપટાઓનો દોર ચાલુ છે.

(11:33 am IST)