મુખ્ય સમાચાર
News of Tuesday, 18th June 2019

કાશ્મીરમાં ૨૪ કલાકમાં ૩ આતંકી હુમલાઃ મેજર શહીદ : ૩ ઘાયલ

એક આતંકી ઠારઃ હથિયાર અને દારૂગોળા પણ મળ્યા

નવી દિલ્હી, તા.૧૮: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળો પર ત્રણ આતંકી હુમલા બાદ સેના એલર્ટ પર છે. આ હુમલા અનંતનાગમાં થયા છે, જે બાદ અથડામણ શરુ થઈ છે. આ અથડામણ દરમિયાન મેજર શહીદ થયા છે, જયારે બે અન્ય સુરક્ષાકર્મી ઘાયલ થયા છે.અનંતનાગ જિલ્લાના અચબલમાં સુરક્ષાબળોએ આતંકીઓ છૂપાયેલા હુમલાની સુચના મળી હતી. આ પહેલા તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું. આતંકીઓએ તેનો ખ્યાલ આવી ગયો અને તેમણે સુરક્ષાબળોની ટૂકડી પર હુમલો કરી દીધો જેમાં એક મેજરે જીવ ગુમાવ્યો અને અન્ય બે જવાનો ઘાયલ થયા. આ અથડામણ દરમિયાન એક આતંકી ઠાર થયો છે, જેમાંથી હથિયાર અને દારુગોળા પણ મળ્યા છે.આ પછી બીજો હુમલો પુલવામાના અરિહલ ગામમાં સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સના એક વાહન પર આઈઈડી દ્વારા કરાયો છે. એક અધિકારીએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સોમવારે આતંકવાદીઓએ સેનાની એક ટુકડીને નિશાન બનાવીને વાહન સાથે બંધાયેલા આઈઈડીમાં વિસ્ફોટ કરી દીધો, જેમાં નવા જવાનો અને બે નાગરિકો દ્યાયલ થયા. તેમણે જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના આ જિલ્લામા અરિહાલ-લસ્સીપોર રસ્તા પર આતંકવાદીઓએ ઈદગાહ અરિહાલ પાસે ૪૪ રાષ્ટ્રીય રાઈફલ્સના એક વાહનને નિશાન બનાવ્યું. હુમલો થતા જ જવાનો તાત્કાલિક કામે લાગી ગયા અને વિસ્તારને ઘેરી લીધો અને બીજો હુમલો ટાળવા માટે હવામાં ગોળીઓ ચલાવી.

ત્રીજો હુમલો વાહન પર થયો, જેમાં ત્રાલમાં CRPF ની ૧૮૦ બટાલિયનના હેડકવાર્ટર પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો. અજાણ્યા હુમલાખોરોએ હેડકવાર્ટરમાં રહેલા જવાનોને નિશાન બનાવાવનું ષડ્યંત્ર બનાવ્યું હતું, જોકે, આ ગ્રેનેડ કેમ્પની બહાર જ ફાટી ગયો. જેમાં કોઈ ઘાયલ કે મૃત્યુની ઘટના નથી બની.

(11:16 am IST)