મુખ્ય સમાચાર
News of Tuesday, 19th June 2018

ગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે

ગોવાના દરિયામાં સેલ્ફી લેવાના ચક્કરમાં એક ટૂરિસ્ટે જીવ ગુમાવ્યો હતો 28 વર્ષના દિનેશ કુમાર રંગનાથન પોતાના  મિત્રો સાથે ગોવા ફરવા માટે આવ્યો હતો. દિનેશ તમિલનાડુના વેલ્લોરમાં રહે છે.   

 

   જાણકારી મુજબ દિનેશ અને તેના બે મિત્રો નોર્થ ગોવા સ્થિત બાગા બીચ પર બેસેલા હતા. દરમિયાન સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણેય સમુદ્રની ખૂબ નજીક જતા રહે છે. ત્યારે સમુદ્રમાં ઊંચી લહેરો અચાનક ત્રણેય મિત્રો લહેરોમાં આવી જાય છે. ગમે તેમ કરીને બે મિત્રો બહાર નીકળવામાં સફળ રહેછે. પરંતુ લહેરો શાંત થત દિનેશ ક્યાંય દેખાતો નથી.

  ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કેવી રીતે સમુદ્રની ઊંચી લહેરો થોડી સેકન્ડમાં એક વ્યક્તિનો જીવ લઈ લે છે.

  ઘટનાએ દિનેશ સાથે ત્યાં ઉપસ્થિત તેના મિત્રોને પણ સૂન્ન કરી નાખ્યા. હાલમાં પોલીસે વિદેશનો મૃતદેહ કબજે કર્યો છે. તો ગોવામાં બીજી પણ એક આવી ઘટના જોવા મળી. જેમાં સિનવ્કીરિયમ બીચ પર 33 વર્ષના શશિકુમાર વાસન પણ સમુદ્રની લહોરની જપેટમાં આવી છે. શશિકુમાર વાસન પણ તમિલનાડુના રહેવાસી હતા.

  પહેલા 16 જૂને મુંબઈના જાણીતા મરીન ડ્રાઈવ પાસે એક 12 વર્ષનો યુવક સેલ્ફીના ચક્કરમાં દરિયાની લહેરોમાં આવી ગયો હતો અને બાદમાં તેનું મૃત્યુ થઈ ગયું. વર્ષે માર્ચ મહિનામાં એક અન્ય ઘટના સામે આવી હતી જેમાં સેલ્ફી લેવાના ચક્કરમાં યુવક જીવ ગુમાવી બેસે છે. યુવાનોમાં વધી રહેલો સેલ્ફી લેવાનો ક્રેઝ ધીમે-ધીમે તેમના મોતનું કારણ બની રહ્યો છે.

 

(11:59 pm IST)