મુખ્ય સમાચાર
News of Monday, 18th June 2018

દિલ્હીમાં આપ ના હજારો સમર્થકોની પીએમ હાઉસ તરફ કૂચ પોલીસે અટકાવી કેજરીવાલને ગમે ત્યારે ગવર્નર હાઉસમાંથી ઉઠાવી લેવાશે : રાષ્ટ્રપતિ શાસનના ભણકારા

પોલીસે અનેક નેતાઓને સંસદ માર્ગે રોક્યા: આઈએએસ ઓફિસરોએ હડતાળના આરોપ નકાર્યા

નવી દિલ્હી :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના આમ આદમી પાર્ટીના હજારો સમર્થકો દિલ્હીમાં પીએમ હાઉસ તરફ કૂચ કરતા પોલીસે અટકાવી દીધા છે અનેક નેતાઓ સાથે છે.સંસદ માર્ગ ઉપર પોલીસે 

રોકી લીધેલ છે.દિલ્હીના રાજ્યપાલ અનિલ બૈજલ અને મોદી સરકાર વિરુદ્ધ આ કૂચ નીકળી છે.૭ દિવસથી કેજરીવાલ અને પ્રધાનો ગવર્નર હાઉસમાં ધરણા અને ઉપવાસ કરી રહ્યા છે

 દિલ્હીના આઈએસએ અફસરો હડતાળ પાર ઉતરી ગયાનો અને આપ સરકારને કામ કરવા દેતા ન હોવાનો આરોપ કેજરીવાલે મુક્યો છે.

  દરમિયાન હમણાજ આઈએએસ ઓફિસર્સ એસોસીએશને કહ્યું છે કે પુરી ઈમાનદારી સાથે આઈએએસ અધિકારી કામ કરી રહ્યા છે અને રાજનીતિ સાથે અમારે કોઈ લેવાદેવા નથી

  દરમિયાન ગમે ત્યારે કેજરીવાલ અને પ્રધાનોને ગવર્નર હાઉસમાંથી ઉઠાવી લેવાશે અને દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાશન લાદી દેવાશે તેવી ભારે હવા છે

(12:00 am IST)