News of Sunday, 17th June 2018
નાગાલેન્ડમાં આતંકી હુમલો : આસામ રાયફલના ચાર જવાન શહીદ : છ જવાન ઘાયલ
NSCNના આતંકવાદીઓનો અબોઇ જિલ્લામાં 40મી આસામ રાયફલ્સના જવાનો પર હુમલો
નાગાલેન્ડમાં આતંકવાદી હુમલો થયો છે.જેમાં આસામ રાયફલ્સના ચાર જવાન શહીદ થયા છે. જ્યારે કે છ જવાન ઘાયલ થયા છે.
આતંકવાદી સંગઠન NSCNના આતંકવાદીઓએ નાગાલેન્ડના અબોઇ જિલ્લામાં અચાનક 40મી આસામ રાયફલ્સના જવાનો પર હુમલો કર્યો હતો આતંકવાદીઓ દ્વારા કરાયેલ હુમલામાં ચાર જવાન શહીદ થયા. જ્યારે કે છ જવાન ગંભીર રીતે ઘાયલ થયા.
(1:11 am IST)