મુખ્ય સમાચાર
News of Wednesday, 18th May 2022

UAEનાં પ્રેસિડેન્ટનાં નિધનનો શોક: IIFA ની 22મી સિઝન મોકૂફ : હવે જૂલાઇમાં યોજાશે

ઇવેન્ટ હવે ફરીથી શેડ્યૂલ કરી 14, 15 અને 16 જુલાઈના રોજ અબુ ધાબીમાં યોજાશે.

અબુધાબી :  આઈફા એવોર્ડ્સની 22મી સિઝન, જે અબુ ધાબીમાં યોજાવાની હતી, તે મોકૂફ રાખવામાં આવી છે. UAE માં, સંયુક્ત આરબ અમીરાત (UAE) ના પ્રમુખ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનનાં નિધન પર 40 દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે આ કારણે આઈફા એવોર્ડ પોસ્ટપોર્ન કરવામાં આવ્યો છે. ઇવેન્ટ હવે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે અને 14, 15 અને 16 જુલાઈના રોજ અબુ ધાબીમાં યોજાશે.

IIFA ના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પણ સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિના નિધન પર શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. “UAE ના પ્રમુખનાં પત્ની મહામહિમ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના નિધનના દુઃખદ સમાચાર સાથે અમે તેમના પરિવાર અને UAE ના લોકો સાથે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. ભગવાન તેમના પર દયા કરે અને તેમને શાશ્વત શાંતિ આપે.

(7:23 pm IST)