મુખ્ય સમાચાર
News of Tuesday, 18th May 2021

2-3 મહિનામાં વેક્સિન આપવી શક્ય નથી : અદાર પુનાવાલાએ ટ્વિટ ડિલિટ કરી નાખ્યું : અનેક તર્કવિતર્ક

અદાર પુનાવાલાએ કે અમે દેશના લોકોના ભોગે વેક્સિન વિદેશ મોકલી નથી.

નવી દિલ્હી : દેશમાં કોરોના વેક્સિનની અછત પર સીરમ ઈન્સ્ટીટ્યુટના ચીફ અદાર પુનાવાલાએ જણાવ્યું કે અમે દેશના લોકોના ભોગે વેક્સિન વિદેશ મોકલી નથી.હાલમાં લંડનમાં રહેલા પુનાવાલાએ જણાવ્યું કે ભારત ગીચ વસતી ધરાવતો વિશ્વનો બીજો મોટો દેશ છે. આટલી મોટી સંખ્યાની વસતીને 2-3 મહિનામાં વેક્સિન આપવી શક્ય નથી.  તેમ કહ્યા બાદ ટ્વીટ ડીલીટ કરી નાખ્યું છે

સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડીયાએ પણ જણાવ્યું કે અમે ભારતના લોકોની ઉપેક્ષા કરીને વિદેશમાં વેક્સિન મોકલી નથી અને દેશના વેક્સિનેશન અભિયાનના સમર્થનમાં અમારાથી જે થાય તે કરવા કટિબદ્ધ છીએ

સિરમ ઈન્સ્ટીટ્યુટે જણાવ્યું કે જાન્યુઆરી 2021 માં કંપનીની પાસે વેક્સિનનો એક મોટો ભંડાર હતો. વેશ્વિક ગઠબંધન COVAX પ્રત્યે અમારી જવાબદારી હતી જેથી કરીને તેઓ મહામારીના ખાતમા માટે વૈશ્વિક સ્તરે વેક્સિન વિતરણ કરી શકે. તેમણે કહ્યું કે બીજી એક ખાસ વાત કે જે લોકોના ધ્યાનમાં આવતી નથી તે એ છે કે આપણે દુનિયાના સૌથી વધારે વસતી ધરાવતા દેશમાંના એક છીએ. આટલી મોટી વસતીનું વેક્સિનેશન 2-3 મહિનામાં પૂરુ ન થઈ શકે. કારણ કે તેમાં ઘણા પડકારો રહેલા છે. આખી દુનિયાની વસતીના વેક્સિનેશન માટે તો 2-3 વર્ષ લાગી શકે. 

સિરમે કહ્યું કે અમે 200 મિલિયન કરતા પણ વધારે ડોઝ વિતરીત કર્યાં છે. જો આપણે ઉત્પાદિત અને વિતરીત કુલ ડોઝની દ્રષ્ટિએ જોઈએ તો આપણે દુનિયાના ટોચના 3 દેશોમાં સામેલ છીએ.

(11:42 pm IST)