યુ.એસ.ના મેનહટન સિટી કમિશનર તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી ઉષા રેડ્ડીએ ઉમેદવારી નોંધાવી : સતત બે ટર્મથી ચૂંટાઈ આવતા સુશ્રી રેડ્ડી ત્રીજી ટર્મમાં પણ સેવા કરવા આતુર
કેન્સાસ : યુ.એસ.ના કેન્સાસમાં આવેલા મેનહટન સિટી કમિશનર તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી ઉષા રેડ્ડીએ ઉમેદવારી નોંધાવી છે. સતત બે ટર્મથી ચૂંટાઈ આવતા સુશ્રી રેડ્ડી ત્રીજી ટર્મમાં પણ સેવા કરવા આતુર હોવાનું જણાવે છે.
તેઓ સૌપ્રથમ વખત 2013 ની સાલમાં ચૂંટાઈ આવ્યા હતા. બાદમાં ફરી 2017 ની સાલમાં પણ તેઓ ઉપરોક્ત પદ ઉપર વિજેતા થયા હતા. અને હવે જો ફરીથી ચૂંટાઇ આવશે તો આગામી ટર્મ તેમની ત્રીજી ટર્મ હશે.
તેમણે 2016-2017 અને 2020 માં મેયર તરીકે પણ સેવા આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે તેઓ મેનહટનના લોકોની સેવા કરવામાં આનંદ અનુભવે છે અને તેમ કરવાનું ચાલુ રાખવા માંગે છે .
તેમણે જણાવ્યું હતું કે નવા મનોરંજન કેન્દ્રો, રાષ્ટ્રીય બાયો અને એગ્રો-ડિફેન્સ સુવિધાની રચના અને પવની મેન્ટલ હેલ્થ ખાતે કટોકટી સ્થિરીકરણ એકમની સ્થાપના સહિતના શહેરના સમુદાય પ્રોજેક્ટ્સ પર તેમને ગર્વ છે.
તેઓ સમુદાયના માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો પર પણ સખત મહેનત કરી રહ્યા છે.
ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 1 જૂન છે. સામાન્ય ચૂંટણી નવે. 2 ના રોજ થશે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.