મુખ્ય સમાચાર
News of Tuesday, 18th May 2021

મુંબઇના વડાલા કબ્રસ્તાનમાં જુના મૃતદેહો કાઢીને બીજા મૃતદેહો દફનાવાયા

મહારાષ્ટ્રમાં કોરોના મૃત્યુઆંકમાં ફેર નહિ : 'અહિંયા જગ્યા નથી' કબ્રસ્તાનમાં બોર્ડ લગાવાયુ

નવી દિલ્હી તા. ૧૮ : કોરોનાની બીજી લહેરમાં મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો હોવા છતાં મૃત્યુની સંખ્યા પર કોઇ અસર જોવા મળી નથી. મોટી સંખ્યામાં થઇ રહેલા મોતના કારણે મહારાષ્ટ્રમાં વડાલામાં કબ્રસ્તાનની બહાર જગ્યા નથી એવું બોર્ડ લગાવામાં આવ્યું છે. એટલું જ નહિ ત્યાં દફન કરેલા જુના મૃતદેહોને બહાર કાઢીને જગ્યા કરવામાં આવી રહી છે જેથી આવનારા મૃતદેહોની દફનવિધી થઇ શકે.

મુંબઇના વડાલા સુન્ની કબ્રસ્તાનની બહાર હાલમા બોર્ડ લગાવી દેવામાં આવ્યંુ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અહીંયા મૃતદેહોને દફનાવાની જગ્યા નથી સાથે જ બોર્ડમાં લખ્યું છે કે ત્યાં ફકત ૧૧૩૨ કબરની જ જગ્યા છે. જેમાં ૧૨૮ બાળકો માટે ૧૬૫ કોરોના સંક્રમિતો માટે અને ૮૩૯ અન્ય મૃતદેહો માટે છે. બોર્ડમાં એ પણ લખવામાં આવ્યું છે કે ૧૮ મહિનામાં ત્યાં ૧૦૦૦ મૃતદેહો પહોંચ્યા છે. જેના કારણે મૃતદેહોને દફનાવા જગ્યા મળી રહી નથી.

કબ્રસ્તાનમાં જગ્યા ન હોવાના લીધે સ્થાનીક નીવાસીએ વાતચીતમાં કહ્યું કે, મૃતદેહને અંદાજે ૧૮ મહિના સુધી દફનાવું જરૂરી હોય છે પરંતુ હવે કબ્રસ્તાન ભરાય ચુકયા છે. સરકાર તરફથી એક કબ્રસ્તાન મળ્યું છે તો વડાલા કબ્રસ્તાનમાં આવી સમસ્યા ઉભી થશે નહિ.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ૧ મેથી ૧૬ મે વચ્ચે ૧૧,૮૭૧ના મોત થયા છે. સાથે જ ૧લી એપ્રિલથી ૧૬ એપ્રિલ વચ્ચે ૪૬૫૩ મોત નોંધાયા હતા.

(3:15 pm IST)