મુખ્ય સમાચાર
News of Tuesday, 18th May 2021

તૌકતેના તોફાને ઉદેપુરમાં પ જીવ લીધા

દિલ્હીમાં હજુ બે દિવસ વરસાદી માહોલની આગાહી : હિમાચલમાં યલો એલર્ટ જાહેર

નવી દિલ્હી તા. ૧૮ : હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબ સાગરમાંથી ઉઠેલ ચક્રાવતી તોફાન તૌકતેના કારણે આગામી બે દિવસ સુધી દિલ્હીમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. જોકે સાથે ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં પણ વરસાદ પડવાના સંજોગો છે.

સોમવારથી રાજધાની સહીત પુરા પ્રદેશમાં ઝરમર વરસાદ ચાલુ થઇ ચુકયો છે. ત્યારે હવામાન ખાતાની આગાહી મુજબ તોફાનના કારણે હજુ બે દિવસ તેજ પવન અને વરસાદની શકયતા રહેશે.

મધ્યપ્રદેશમાં દશેક સ્થળોએ વિજળીના ચમકારા અને તેજ પવનના સુસવાટા સોમવારથી શરૂ થઇ ચુકયા છે. તંત્રએ એલર્ટ જાહેર કરી દીધેલ છે.

રાજસ્થાનના ઉદેપુરમાં મોટી જાન હાની થઇ છે. તોફાન અને વરસાદને લઇને પાંચ લોકોના મૃત્યુ થયા છે. જેમાં બે તો બાળકો છે. હજુ બે દિવસ લોકોએ સાવધાન રહેવા અનુરોધ કરાયો છે.

હિમાચલ પ્રદેશના ચાર જિલ્લા કાંગડા, શિમલા, સોલન અને સરનૌરમાં પણ તોફાની પવન સાથે વિજળી પડવાથી લઇને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવેલ છે.

(3:10 pm IST)