મુખ્ય સમાચાર
News of Tuesday, 18th May 2021

ઓશોના પ્રથમ સન્યાસીની અને પ્રથમ સેક્રેટરી તથા મોરારજી દેસાઇના ભત્રીજીઃ માં મધુ (ધર્મિષ્ઠા શાહ)નું મહાપ્રયાણઃ વ્હેલીસવારે દેહ છોડયો

રાજકોટઃ ''ઓશો'' ભગવાન રજનીશના પ્રથમ સન્યાસીની ગુજરાતની મહિલા હતી. ધર્મિષ્ઠાબેન શાહ ઓશોના પ્રથમ સેક્રેટરી પણ તેઓ બન્યા હતા. ઓશોએ સન્યાસ આપ્યા પછી 'મા મધુ' તરીકે તેઓ વિખ્યાત બન્યા હતા. ૮૭ વર્ષના મા મધુ બિમાર હતા અને દહેરાદુન ખાતે તબિયત બતાવવા ગયેલ જયાં વ્હેલી સવારે ૫.૫૫ વાગ્યે દેહ છોડયો હતો. તેમ મા મુકિત અને મા દિવ્યાએ જણાવ્યાનું સ્વામી સત્યપ્રકાશે અકિલાને જણાવેલ.

તેઓ ઋષિકેશ ખાતે રહેતા હતા. દહેરાદુનથી તેમનો પાર્થિવદેહને ઋષિકેશ લઇ જવામાં આવશે જયાં અંતિમ વિદાય અપાશે. ગાંધીનગર-લોદરા પાસે આઝોલમાં તેમણે ખુબ જ સુંદર આશ્રમ સ્થાપ્યો હતો.

(1:47 pm IST)