મુખ્ય સમાચાર
News of Tuesday, 18th May 2021

મુંબઈથી 175 કિમી દૂર સમુદ્રમાં ડૂબ્યું જહાજ :146 લોકોને બચાવાયા: રેસ્ક્યુ અભિયાન ચાલુ

‘બાર્જ પી 305’ વહાણમાં કુલ 273 લોકો સવાર હતા. બાકીના 171 લોકો વિશે હજુ સુધી માહિતી નહીં

મુંબઈ : વાવાઝોડું મુંબઇ પરથી પસાર થતાં એક જહાજ ‘બાર્જ પી 305’ અટવાઈ ગયું હતું. આ વહાણમાં કુલ 273 લોકો સવાર હતા. હવે આ જહાજ ડૂબી જવાના સમાચાર સામે આવ્યા છે. મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરીને 146 લોકોનો બચાવ થયો છે. જોકે, વહાણમાં સવાર બાકીના 171 લોકો વિશે હજુ સુધી માહિતી બહાર આવી નથી.

જહાજને બચાવવા માટે નેવીએ પ્રયાસ કર્યો. આઈએનએસ કોચિને તેના બચાવ માટે રવાના કરાયા હતા. પરંતુ પરિસ્થિતિ ખૂબ પ્રતિકૂળ હતી. દરિયામાં ઉંચા મોજા ઉંચકાયા હતા અને જોરદાર પવન ફૂંકાયો હતો. આ કારણોસર બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ આવી હતી. બાદમાં આઈએનએસ કોલકાતાએ પણ આ અભિયાનમાં ભાગ લીધો હતો

(1:16 pm IST)