મુખ્ય સમાચાર
News of Tuesday, 18th May 2021

ચીનમાં ૩ કરોડ પુરૂષો અવિવાહિતઃ દુલ્હનો નથી

લિંગના પ્રમાણમાં ભારે અંતરઃ એક બાળકની નીતિ લાગુ કરવા છોકરાને પ્રાથમિકતા : ૧.ર કરોડ બાળકોમાં ગયા વર્ષે પ્રત્યેક ૧૦૦ યુવતીઓ માટે ૧૧૧.૩ યુવક

બીજિંગ તા. ૧૮ :.. ચીનમાં એક દાયકા બાદ થનારી વસ્તી ગણતરીથી માલુમ પડે છે કે દેશમાં અંદાજે ત્રણ કરોડ પુરૂષ અવિવાહીત છે. આ સંખ્યા કેટલાક દેશોની સંપૂર્ણ વસ્તીથી પણ વધુ છે. તેનું એક મોટુ કારણ ચીનમાં લાંબા સમયથી પુરૂષ બાળકોને પ્રાથમિકતા આપવાનું રહ્યું છે. તેના કારણે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ચીનમાં ત્રણ કરોડ યુવક લગ્ન માટે ફરી રહ્યા છે. પરંતુ દુલ્હન ન હોવાના કારણે તેઓ અવિવાહીત છે.

સાઉથ ચાયના મોર્નિંગ પોસ્ટમાં છાપેલા અહેવાલ મુજબ ચીનમાં મહિલા અને પુરૂષે વચ્ચેનું લિંગ પ્રમાણનો ઉકેલ થવાની સંભાવના નથી. જો કે સરકાર સતત છોકરીઓની સંખ્યામાં વધારા અંગે કહી રહી છે.

એનબીએસ દ્વારા ચીનની સાતમી રાષ્ટ્રીય વસ્તી ગણતરી મુજબ ગયા વર્ષે પેદા થયેલા ૧.ર કરોડ બાળકોમાંથી પ્રત્યેક ૧૦૦ યુવતીઓ માટે ૧૧૧.૩ યુવક હતાં. ર૦૧૦ માં આ પ્રમાણ દર ૧૦૦ યુવતીઓ પર ૧૧૮.૧ યુવકોનું રહ્યું છે. તેનાથી સ્પષ્ટ છે કે પ્રોફેસર બ્યોર્ન એલ્પરક્ષેને ચેતવણી આપી છે કે જયાં સુધી જન્મ લેતા બાળકોની ઉમર લગ્ન યોગ્ય હશે ત્યાં સુધી સંભવીત દુલ્હનોની ભારે કમી થશે. એવામાં ગયા વર્ષે પેદા થયેલા તે ૧.ર કરોડ બાળકોમાંથી ૬ લાખ યુવક મોટા થવા પર તેમની ઉમરની જીવનસાથી શોધી શકશે નહિં.

વસ્તી ગણતરીના પ્રોફેસર જિયાંય કાનબાઓએ કહયું કે ચીનની એક બાળકની નીતિ ૧૯૭૯ માં લાગુ કરવામાં આવી અને ર૦૧૬ માં પાછી ખેંચવામાં આવી તેના લીધે છોકરાઓના પક્ષમાં લિંગની પસંદગી અંગેની ગર્ભપાતની સંખ્યા વધી ગઇ.

(11:59 am IST)