મુખ્ય સમાચાર
News of Saturday, 18th May 2019

GSTનું વાર્ષિક રીટર્ન ભરવામાં વેપારીઓને પડે છે મુશ્કેલી

જીએસટીઆર-૯ ફોર્મ મોટાભાગના વેપારીઓને નથી સમજાતું ૧૨ પાનાનું જીએસટી આર-૯ ફોર્મ

નવી દિલ્હી તા.૧૮: જીએસટી અમલી બન્યા પછી પહેલું વાષિક રીટર્ન ભરવામાં ધંધાર્થીઓને પરસેવો છુટી રહ્યો છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ રીટર્ન ફોર્મ જીએસટીઆર-૯ એટલું અઘરૃં છે કે મોટા ભાગના ધંધાર્થીઓને તે સમજાતું નથી. તેમનું કહેવું છે કે નિષ્ણાતોની મદદ લીધા પછી પણ તકલીફો થઇ રહી છે.

૧ જૂલાઇ ૨૦૧૭થી જીએસટી લાગુ થવાથી ૨૦૧૭-૧૮માં ૧૨ મહીનાના બદલે ૯ મહીનાનું જ જીએસટી રીટર્ન ભરવાનું છે જે બધા રજીસ્ટર્ડ ધંધાર્થીઓ માટે ફરજીયાત છે. પહેલા તેના માટે છેલ્લી તારીખ ૩૧ ડીસેમ્બર ૨૦૧૮  હતી પણ સમયસર રીટર્ન ફોર્મ ઉપલબ્ધ ન હોવાથી તેને લંબાવીને ૩૦ જૂન ૨૦૧૯ કરાઇ છે.

ધંધાર્થીઓનું કહેવું છે કે ૧૨ પાનાનું આ અઘરૃં ફોર્મ સમજવું મુશ્કેલ છે તેમા ધંધાર્થીઓ દ્વારા કરાયેલી ખરીદીનું ફોર્મ રએ સાથે મેળ નથી મળતો. આ પરિસ્થિતીમાં સીએ જેવા નિષ્ણાતો પણ ફોર્મ ભરવામાં હાથ ઉંચા કરી દે છે.

નાણામંત્રાલયના પ્રવકતાનું કહેવું છે કે તેમને જેમ જેમ ધંધાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓની માહિતી મળે છે, તે દુર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. અત્યારે જે બાબતોની વાત થઇ રહી છે, તેના માટે પણ અમારા પ્રયાસો ચાલુ જ છે. વાર્ષિક રીટર્ન ફોર્મને સરળ બનાવવાની વાત છે તેના પર પણ મંત્રાલય અને વિભાગના અધિકારીઓ મળીને કામ કરી રહ્યા છે.

(11:36 am IST)