મુખ્ય સમાચાર
News of Saturday, 18th May 2019

અમેરિકાની એન્જીનીયરીંગ ડીગ્રી ધરાવતા ઇન્ડિયન અમેરિકન યુવાનના H-1B વીઝા નામંજુરઃ યુવાનને નોકરીમા રાખનાર સિલીકોન વેલીની કંપનીએ USCIS ના મનસ્વી વલણ વિરૃદ્ધ કોર્ટ કેસ દાખલ કર્યો

કેલિફોર્નિયા : યુ.એસ.મા સિલીકોન વેલી સ્થિત ઇન્ડિયન અમેરિકન હાઇલી કવોલીફાઇડ  યુવાન ર૮ વર્ષીય પ્રહર્ષચંદ્ર સાંઇ વેંકટના H-1B  વીઝા નામંજુર કરવા બદલ  તેને નોકરીમાં રાખનાર કંપનીએ યુ.એસ. ગવર્મેન્ટ વિરૃદ્ધ કોર્ટ કેસ કર્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ ઇન્ડિયન અમેરિકન યુવાન ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન્સ એન્જીનીયરીંગ ડીગ્રી ધરાવે છે. તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ સાથે યુનિવર્સિટી ઓફ ટેકસાસ  દલાસની સાયન્સ ડીગ્રી ધરાવે છે. તેની પત્ની H-1B વીઝા ધરાવે છે. જેના આધારિત તરીકે યુવાન H-4 વીઝા ધરાવે છે. તથા ર૦૧૪ થી ર૦૧૬ ની સાલ દરમ્યાન  અભ્યાસ સમયે તેની F-1 વીઝા હતા. તેથણે એમ્પલોયમેન્ટ ટ્રેનીંગ પ્રોગ્રામ આધારીત પ્રેકટીકલ ટ્રેનીંગ અભ્યાસ પણ  કરેલ છે.

આ યુવાનના H-1B વીઝા નામંજુર કરનાર  યુ.એસ. સીટીઝનશીપ એન્ડ ઇમીગ્રેશન સર્વિસ (USCIS)  ના મનસ્વી વલણ વિરૃદ્ધ નોર્ધન ડીસ્ટ્રીકટ  ઓફ કેલિફોર્નિયા ડીસ્ટ્રીકટ કોર્ટમાં લો સ્યુટ દાખલ કરેલ છે.

 

(9:34 pm IST)