મુખ્ય સમાચાર
News of Friday, 18th May 2018

નોટબંધી અને જીએસટીને કારણે પતંજલિને ઝટકો : ગ્રોથ અટક્યો!:વેચાણમાં કોઈ જ વધારો થયો નહીં

આ વર્ષે અમે કમાણીને વધારવા નહીં પરંતુ સિસ્ટમને વિકસિત કરવા પર ધ્યાન આપ્યું :આચાર્ય બાલકૃષ્ણ .

 

નવી દિલ્હી :દેશમાં ઝડપથી વિકસતી FMCG (ફાસ્ટ મુવિંગ કન્ઝ્યૂમર ગૂડ્સ) કંપનીઓ પૈકીની પતંજલિને ઝટકો લાગ્યો છે કંપનીએ જણાવ્યું કે પાછલા નાણાંકિય વર્ષમાં કંપનીના વેચાણમાં કોઈ ખાસ વધારો થયો નથી. એક ન્યૂઝ વેબસાઈટની રિપોર્ટ મુજબ કંપનીના એમડી આચાર્ય બાલકૃષ્ણએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, અમે પાછલા વર્ષના ખાતા બંધ કરી દીધા છે અને કંપનીની ઈન્કમ પણ લગભગ એટલી છે જેટલી પાછલા વર્ષે હતી.

   અત્રે ઉલ્લેખનીય છે કે  4મે 2017 પર પતંજલિ ગ્રુપના સંસ્થાપક બાબા રામદેવે કહ્યું હતું કે કંપનીનું ટર્નઓવર દર વર્ષે બે ગણુ વધશે અને માર્ચ 2018 સુધી 20 હજાર કરોડ પર પહોંચી જશે પતંજલિ 31 માર્ચ 2019 સુધીમાં ભારતની સૌથી મોટી પેકેજ ગુડ્સ કંપની હિન્દુસ્તાન યૂનીલિવરને પાછળ છોડી દેશે. જોકે વાસ્તવમાં આવું થશે એવું લાગી રહ્યું નથી .

   આચાર્ય બાળકૃષ્ણએ કહ્યું કે નોટબંઘી અને જીએસટી લાગૂ કર્યાના પ્રભાવોના કારણે કંપનીના ગ્રોથ પર અસર પડી રહી છે. જોકે તેમણે કહ્યું કે પતંજલિ આગલા વર્ષે સારો બિઝનેસ કરશે. તેમણે કહ્યું કે, ઉપરાંત વર્ષ દરમિયાન અમે ઈન્ફ્રાસ્ટક્ચર અને સપ્લાઈ ચેનને વિકસિત કરવામાં પોતાની ઉર્જા લગાવી, વર્ષે અમે માત્ર કમાણીને વધારવા પર નહીં પરંતુ સિસ્ટમને વિકસિત કરવા પર ધ્યાન આપ્યું હતું.

    31 માર્ચ 2017 પર સમાપ્ત થયેલા નાણાંકિય વર્ષમાં પતંજલિએ 10,561 કરોડની કમાણી કરી હતી. પતંજલિનો આ આંકડો વર્ષ 2016ની તુલનામાં બમણો હતો. પતંજલિના આંકડા એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે આ સમયગાળામાં અન્ય પેકેજ ગુડ્સ વેચનારી કંપનીઓએ પોતાના બિઝનેસમાં પણ વધારો થયો હતો.
    હિન્દુસ્તાન યુનીલીવરએ 31 માર્ચે સમાપ્ત થયેલા નાણાંકિય વર્ષમાં પોતાના વેચાણમાં 2.2 ટકાનો વધારો નોંધાવ્યો હતો. જ્યારે નેસ્લે ઈન્ડિયાએ 2018માં પોતાના સામાનોના વેચાણમાં 10.5 ટકાનો રેકોર્ડ વધારો નોંધાવ્યો હતો. જ્યારે કોલકાતાની કંપની આઈટીસીએ પોતાના પેક્ડ સામાનોના વેચાણમાં 31 માર્ચ 2018 સુધીમાં 11.3 ટકાનો વધારો કર્યો. પતંજલિના પ્રોડક્ટ પાછલા કેટલાક વર્ષોથી ગ્રાહકોમાં લોકપ્રિય સાબિત થયું છે. બાબા રામદેવ પોતાની કંપનીની ઘણી પ્રોડક્ટનો જાતે જ પ્રચાર કરે છે.

(1:31 am IST)