મુખ્ય સમાચાર
News of Friday, 18th May 2018

નરેન્દ્રભાઈ કાલે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે: દુર્ગમ જોઝીલા સુરંગનો શિલાન્યાસ કરશે

સુરંગ બનતા શ્રીનગર-કારગિલ-લેહ વચ્ચે બારેય મહિના વાહન વ્યવહાર ચાલુ રહી શકશે

 

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ કાલે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જશે જ્યાં તેઓ દુર્ગમ જોઝીલા સુરંગનો શિલાન્યાસ કરશે સુરંગ બનતા શ્રીનગર-કારગિલ-લેહ વચ્ચે બારેય મહિના વાહન વ્યવહાર ચાલુ રહી શકશે ૬૮૦૦ કરોડના ખર્ચે બનનારી એશિયાની સૌથી લાંબી સુરંગ દ્વારા બંને તરફ વાહન વ્યવહારની આધુનિક સુવિધા મળશે.

  સુરંગ બાની જશે એટ્લે અત્યંત જોખમી જોઝીલા ઘાટ પસાર કરવામાં અત્યારે .૩૦ કલાક લાગે છે તેની જગ્યાએ  માત્ર ૧૫ મિનીટ લાગશે.અત્યારે જોઝીલા ઘાટનો રસ્તો ભારે બરફ પડવાને લીધે વર્ષમાં મહિના બંધ રહે છે.

   નરેન્દ્રભાઈ કાલે ૩૮૦૦ કરોડના ખર્ચે થનાર જમ્મુ અને શ્રીનગરમાં  રિંગ રોડ યોજનાનો શીલાનયાસ પણ કરશે.

  કાલે લેહના જીવે-તસાલ ખાતે જોજીલા સુંરંગના કામકાજ પ્રારંભના કાર્યક્રમમાં વડાપ્રધાન હાજરી આપશે.

 

   ઉપરાંત ગુરેજ ખાતે ૩૩૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરનાર કિશનગંગા વીજ પરીયોજના દેશને  અર્પણ કરશે.

(11:20 pm IST)