મુખ્ય સમાચાર
News of Friday, 18th May 2018

સુપ્રિમના આદેશને ફગાવી દેવાનો વજુભાઇને અધિકાર ?

નવી દિલ્હી : સુપ્રિમ કોર્ટે તેની સત્તાઓનો વધુ પડતો ઉપયોગ કર્યો છે અને રાજયપાલના અધિકાર ક્ષેત્રમાં ખોટો ચંચૂપાત કર્યાનું આર્ટીકલ ૧૬૩(ર) ને ટાંકીને જાણીતા ડેટા એનાલીસ્ટ ડો. જી પ્રધાને ટવીટ કરી જણાવ્યું છે. રાજયપાલ આ હુકમોને અચૂક રદબાતલ કરી શકે છે. રૂલ બુકનું  જો કડક અનુસરણ કરીએ તો આ ન્યાયિક સત્તાઓનો દુરપયોગ વધુ પડતો ઉપયોગ છે.

ડો. જી . પ્રધાને ટવીટ કરી લખ્યું છે કે કવચિત કાલે જો યેદુરપ્પા સરકારનું પતન થાય અને કુમાર સ્વામી મુખ્યમંત્રી બને તો એક વાત ચોક્કસ મારા તરફથી લખી રાખજો કે કુમાર સ્વામી અને તેમનો જનતાદળ એસ પક્ષ ભૂતકાળ બની જશે. જૂના મૈસૂર પંથકમાંથી જ તેમને તગેડી મૂકવામાં આવશે. કોંગ્રેસ અને જનતાદળ એસની એક રાતમાં રચાયેલ સરકારનું ૬ મહિનામાં પતન થશે.

ડો. જી. પ્રધાને ટવીટ કરી ર૬-૩-ર૦૧૮નું 'મીન્ટ' દૈનિકનું કટીંગ મૂકયું છે જેમાં આપેલા ઇન્ટરવ્યુંમાં જેડીએસના એચ.ડી. કુમાર સ્વામીએ કહ્યું છે કે ભારત જેવી લોકશાહીમાં કોંગ્રેસ તો ભાજપ કરતા પણ ભયંકર ભયજનક-ડેન્જરસ છે. આવતા ર૪ કલાકમાં યેદિયુરપ્પા સરકારે થોડી હિંમત બતાવવાની જરૂર છે, યેદિયુરપ્પાની ભાજપ સરકાર પૂરા પ વર્ષ શાસન કરશે.

(3:45 pm IST)