મુખ્ય સમાચાર
News of Friday, 18th May 2018

દેવગૌડાને જન્મદિનની શુભેચ્છા આપીને રાહુલ ગાંધીએ માફી માંગી

ચૂંટણીમાં વ્યકિતગત હુમલા કરવા બદલ રાહુલે 'સોરી' કહ્યું

નવી દિલ્હી તા. ૧૮ : કર્ણાટકમાં સરકાર બનાવવા વચ્ચે ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે જેડીએસના પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન દેવ ગૌડાનો આજે જન્મદિવસ છે. વડાપ્રધાન મોદીએ તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી તો કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ દેવ ગૌડાને શુભકામનાઓ આપવામાં પાછળ રહ્યા ન હતા.

પીએમ મોદીએ ટ્વિટ કર્યુ હતુ કે મેં એચ ડી દેવગૌડા સાતે વાત કરીન તેમને જન્મદિવસની શુભકામનાઓ આપી છે.હું તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું.જેના જવાબમાં કેટલાક લોકોએ ટ્વીટ કર્યુ હતુ કે આ પહેલા તો પીએમે કયારેય દેવ ગૌડાન વીશ કર્યુ નથી.શું કર્ણાટક ચૂંટણીનો ફાયદો લેવા માટે શુભેચ્છા પાઠવી છે. બીજી તરફ રાહુલ ગાંધીએ પણ પૂર્વ પીએમને વીશ કર્યુ છે અને તેમની સાથે ટેલિફોન પર વાત કરી હતી.

સૂત્રોનુ કહેવુ છે કે લગભગ ૧૦ મીનિટ સુધી ચાલેલી વાતમાં રાહુલે દેવગૌડાને ચૂંટણી પ્રચારમાં તેમના પર વ્યકિતગત શાબ્દિક હુમલા કરવા માટે માફી પણ માંગી હતી અને આગામી દિવસોમાં સાથે રહીને ભાજપ સામે લડત આપવાની પણ ખાતરી આપી હતી.

(1:15 pm IST)