મુખ્ય સમાચાર
News of Friday, 18th May 2018

જુવો વિડીયો : વજુભાઇ વાળાના નિવાસસ્થાને દેખાવો ૪૦ કોંગી આગેવાનોની અટકાયત

શહેરના કાર્યકારી પ્રમુખ રાજપૂત જીલ્લા પ્રમુખ વોરા, જી.પં. પ્રમુખ નિલેશ વીરાણી તથા જશવંતસિંહ ભટ્ટીની આગેવાની હેઠળ

આજે શહેર ત્થા જીલ્લા કોંગ્રેસ દ્વારા સંયુકત ઉપક્રમે કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળાના નિવાસસ્થાને 'લોકશાહીની કરી છે હત્યા ભાજપનું છે આજ સત્ય', 'વાળાજી તેમ આ શુ કર્યુ લોકશાહીનું ખૂન કર્યુ', 'નષ્ટ કરે એ  લોકશાહી ભાજપની છે. તાનાશાહી' જેવા બેનરો સાથે દેખાવો યોજયા હતા તે સમયની તસ્વીરો જેમાં જસવંતસિંહ ભટ્ટી, મહેશ રાજપૂત, ઘનશ્યામસિંહ જાડેજા, જયપાલ રાઠોડ, રજત સંઘવી, હિતેશ વોરા ત્થા નિલેશ વિરાણી, સહિતના આગેવાનો, દેખાવો કરી રહેલા  નજરે પડે છે. પોલીસ કોંગ્રેસીઓની ટીંગા ટોળી કરીને લઇ જઇ રહેલા પણ નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૮ :.. કર્ણાટકમાં ચૂંટણી પરીણામો બાદના નાટયાત્મક પરિસ્થિતીએ દેશભરમાં ઉતેજના જગાવી છે ત્યારે આ આખા એપીસોડમાં મુખ્યપાત્ર બની ગયેલા રાજકોટના પનોતા પુત્ર અને કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળાના નિવાસસ્થાને દેખાવો કરવા ઘસી ગયેલા શહેર ત્થા જીલ્લા કોંગ્રેસના આગેવાનોએ વજુભાઇના કોટેચાનગર ખાતેના નિવાસસ્થાને દેખાવો યોજયા હતાં.

કાર્યકરી પ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ મહેશ રાજપૂત, રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરા, જીલ્લા પંચાયત પ્રમુખ નિલેશ વિરાણીઙ્ગ જશવંતસિંહ ભટ્ટી, ઓ.બી.સી ચેરમેન રાજેશ આમરણીયા, આઇ.ટી.સેલ પ્રમુખ ભાર્ગવ પઢીયાર, એ.સી. ડીપાર્ટમેન્ટ ચેરમેન નરેશ સાગઠીયા,પુથ કોંગ્રેસ પ્રમુખ જયપાલ સિંહ રાઠોડ, એન.એસ.યુ.આઈ ઉપપ્રમુખ રોહિત ડોડીયા, ફરીયાદ સેલ પ્રમુખ આશિષ સિંહ વાઠેર,મહિલા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ મનિષાબા વાળા, કેયુર મસરાણી,ધનશ્યામ સિંહ જાડેજા, મયુર સિંહ જાડેજા,નિલેશ મારૃં, જયાબેન ટાંક, ઠાકરસી ગજેરા, પ્રવિણ સોરાણી, પ્રભાતભાઈ ડાંગર, માણસુરભાઈ વાળા, દિપક ધવા, દર્શન ગોસ્વામી, અંકુર માવાણી, પ્રવિણ કાકડીયા, રજત સંધવી, સંજય લાખાણી, રાજકોટ શહેર કોંગ્રેસ ના આગેવાનો તથા હોદેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાકર્ણાટકના રાજયપાલ ભાજપના રાજયપાલ તરીકે કર્ણાટકમાં જે નિર્ણય લીધો તેનાં વિરોધમાં કર્ણાટકના રાજયપાલના ધર પાસે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.  પોલીસે તમામ ૪૦ જેટલા આગેવાન કાર્યકરોની અટકાયત કરીને પોલીસ હેડકવાર્ટર ખાતે લઇ ગયા હતા અને બાદમાં ત્યાંથી મુકત કરી દેવાયેલ. 

(3:11 pm IST)