મુખ્ય સમાચાર
News of Sunday, 18th April 2021

હવે ઑક્સિજનની કમીથી નહીં રૂંધાઇ કોઈના શ્વાસ! :દેશમાં 162 ઑક્સિજન પ્લાન્ટ સ્થપાશે: કેન્દ્ર સરકારની મંજૂરી

નવા ઑક્સિજન પ્લાન્ટની મદદથી કુલ 254.19 મેટ્રિક ટન મેડિકલ ઑક્સિજનનું ઉત્પાદન શક્ય બનશે.

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. કોરોના સંક્રમિતોની વધતી જતી સંખ્યાને પગલે સ્વાસ્થ વ્યવસ્થા પણ કથળતી જઈ રહી છે. દેશભરની હોસ્પિટલોમાં બેડ, વેન્ટીલેટર અને કોરોનાની સારવારમાં રામબાણ મનાતી રેમડેસિવિર અને ઑક્સિજનની ભારે અછત સર્જાઈ રહી છે. જેના કારણે મૃતકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે દેશની હોસ્પિટલોમાં 162 ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપી દીધી  છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, 162 ઑક્સિજન પ્લાનમાંથીથી 33 પહેલા જ સ્થાપવામાં આવી ચૂક્યા છે. જેમાંથી મધ્ય પ્રદેશમાં 5, હિમાચલ પ્રદેશમાં 4, ચંદીગઢ, ગુજરાત અને ઉત્તરાખંડમાં 3-3 અને બિહાર, કર્ણાટક અને તમિલનાડુમાં બે-બે પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. આ સિવાય આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર, પોંડિચેરી, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં એક-એક પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે.

સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત રાજ્યોમાં મેડિકલ ઑક્સિજનની માંગ સતત કરવામાં આવી રહી હતી. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સામેલ છે.

આ નવા ઑક્સિજન પ્લાન્ટની મદદથી કુલ 254.19 મેટ્રિક ટન મેડિકલ ઑક્સિજનનું ઉત્પાદન શક્ય બનશે. જેનાથી કોરોના જેવી મહામારીનો સામનો કરી રહેલા લોકોની સારવારમાં ખૂબ જ મદદ મળશે. ઉલ્લેખનીય છે કે, શનિવારે જ વડાપ્રધાન મોદીએ કોરોના સ્થિતિ પર સમીક્ષા બેઠક કરીને ઑક્સિજનની કમી સહિત બેડની સંખ્યા વધારવા સંદર્ભે અધિકારીઓને તાકીદ કરી હ

(5:37 pm IST)