મુખ્ય સમાચાર
News of Sunday, 18th April 2021

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કોરોના દર્દી મેડીકલ સારવારની સ્થિતિ વર્ણવી : પોઝીટીવીટી રેટ ૩૦ ટકા ઓકિસીજનની અછત છે અને હાલ માત્ર ૧૦૦ જ આઇસીયુ બેડ વધ્યા છે

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં હવે દરરોજ નવા રેકૉર્ડ બનવા લાગ્યા છે. અહીં શનિવારે ગત 24 કલાકમાં કોરોનાના 24,375 નવા કેસ નોંધાયા. એટલ દર કલાકે 1000થી વધુ સંક્રમિત મળ્યા. એક દિવસમાં સૌથી વધુ સંક્રમિતો મળવાનો સૌથી મોટો આંકડો છે. રીતે ગત 24 કલાકમાં 167 લોકોના કોરોનાથી મોત થયા. પણ અત્યાર સુધીના મોતનો સૌથી મોટો આંકડો છે.

કોરોનાથી બગડતી પરિસ્થિતિ પર રવિવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 24 હજાર કેસ આવ્યા હતા અને તેનાથી છેલ્લા 24 કલાકમાં સાડા 19 હજાર કેસ આવ્યા હતા. આનાથી ખબર પડી રહી છે કે કોરોના ઝડપથી વધી રહ્યો છે. તેનાથી પણ વધુ ચિંતાની વાત છે કે દિલ્હીમાં પૉઝિટિવિટી રેટ વધીને 30 ટકા થઇ ગયો. જ્યારે આનાથી 24 કલાક પહેલા સુધી 24 ટકા હતો. દિલ્હીમાં કોરોનાના દર્દીઓ માટે જે બેડ રિઝર્વ છે, તે ઘણા ઝડપથી પૂર્ણ થઇ રહ્યા છે. આઈસીયૂ બેડ્સની ઘણી અછત છે. સમગ્ર દિલ્હીમાં મળીને 100થી ઓછા આઈસીયૂ બેડ્સ વધ્યા છે.

તેમણે કહ્યું કે, ઑક્સીજનની પણ ઘણી અછત છે. અમે સતત કેન્દ્ર સરકારના સંપર્કમાં છીએ અને તેમની પાસેથી મદદ પણ મળી રહી છે જે મદદમાટે તેમનો આભાર વ્યક્ત કરી રહ્યા છીએ. ડૉ. હર્ષવર્ધન સાથે કાલે સાંજે વાત થઇ હતી તેમને પણ અમે જણાવ્યું કે બેડની જરૂરિયાત છે, અમિત શાહજી સાથે પણ વાત થઇ હતી તો તેમને પણ જણાવ્યું કે બેડની જરૂરિયાત છે.

સીએમ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં કેન્દ્ર સરકારના કુલ મળીને 10000 બેડ છે જેમાંથી હજુ અંદાજિત 1800 બેડ કોરોના માટે રિઝર્વ થયા છે, અમારુ નિવેદન છે કે ઓછામાં ઓછા 7000 બેડ્સ કોરોના માટે રિઝર્વ કરે. આગામી 2-3 દિવસમાં 6000 ઓક્સીજન બેડ અમે તૈયાર કરી લઇશું. અનેક હોસ્પિટલોમાં હાઈ ફ્લો ઑક્સીજનની વ્યવસ્થા કરી રહ્યા છીએ. યમુના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, કૉમન વેલ્થ ગેમ, રાધા સ્વામી સત્સંગ, શાળાઓમાં પણ વ્યવસ્થા કરી રહ્યા છે.

(3:09 pm IST)