મુખ્ય સમાચાર
News of Sunday, 18th April 2021

પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કરમાં કોણ મારશે બાજી : ભૂતકાળમાં ૧૩ રાજયોમાં જીત મેળવવાના અમિત શાહના દાવા ખોટા પડયા છે : હવે બંગાળના ચૂંટણી જંગ પર સૌની મીટ

કોલકત્તા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ચૂંટણીમાં મખ્યત્વે સત્તાધીશ તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે રાજ્યમાં ચૂંટણી રેલીઓ સંબોધી રહ્યાં છે અને પશ્ચિમ બંગાળમાં 200થી વધુ બેઠકો જીતવાનો દાવો કરી રહ્યાં છે. વાત પર રાજ્યના નાણાં મંત્રી અને TMC નેતા અમિત મિત્રાએ નિશાન સાધ્યું છે.

હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં અમિત મિત્રાએ જણાવ્યું કે, 13 રાજ્યોમાં તેમનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે, તેમને ખોટો આંકડો મળ્યો. 2019 બાદ 13 રાજ્યોમાં ભાજપનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. દિલ્હીનું ઉદાહરણ જોઈ લો, તેમણે કહ્યું હતું કે, 70માંથી 45 બેઠકો જીતવા જઈ રહ્યાં છીએ. તેઓ કેટલી સીટો જીત્યા? માત્ર 8 .

ઝારખંડને પણ જોઈએ..અમિત શાહે કહ્યું હતું કે, 81માંથી 65 સીટો જીતીશુ અને તેમને મળી કેટલી? માત્ર 25 . આજ રીતે હરિયાણાને જોઈએ તો, તેમણે કહ્યું હતું કે, તેમણે સંપૂર્ણ બહુમત મળવા જઈ રહ્યો છે, પરંતુ શું તેમને મળ્યો ખરો? છત્તીસગઢમાં પણ કહ્યું હતું કે, તેઓ તમામ સીટો જીતવા જઈ રહ્યાં છે અને કેટલી જીત્યા?

અમિત મિત્રાએ વધુમાં જણાવ્યું કે, અમિત શાહ જેટલી બેઠકો જીતવાનો દાવો કરે છે, તેની માત્ર 35 થી 40 ટકા સીટો ભાજપ જીતે છે. રાજસ્થાનમાં પણ વધારે સીટો ના મળી અને ત્યાં ભાજપ ચૂંટણી હારી ગયું. મધ્ય પ્રદેશની પણ આજ કહાની હતી.

અમિત શાહ જેટલી બેઠકો વિશે કહે છે, તેના માત્ર 35 થી 40 ટકા સીટો જ તેમને મળે છે. અહીં પશ્ચિમ બંગાળમાં પણ તેમણે 200 બેઠકો જીતવાનો દાવો કર્યો છે, તો મુખ્યમંત્રી એકદમ સાચા જ છે. જો મિત્રાના દાવા પ્રમાણે પરિણામ આવે તો, આ વખતે પશ્ચિમ બંગાળમાં ભાજપને 80 સીટો જ મળશે.

(12:55 pm IST)