મુખ્ય સમાચાર
News of Thursday, 18th April 2019

ચોમાસાની પથારી ફેરવશે અલનીનોઃ દુષ્કાળના વાગશે ડાકલા

સ્કાયમેટ કહે છે....હાલના ખુશનુમા વાતાવરણથી હરખાવા જેવું નથીઃ મોટુ સંકટ આવી રહ્યું છે ચિંતાની વાત અલનીનોની પ્રકૃતિને લઇને છેઃ અલનીનોને કારણેજ બે દિવસ પૂર્વે માવઠુ થયું

નવી દિલ્હી તા. ૧૮ : બે દિવસ પહેલા આવેલા માવઠાથી લોકો ખુશ છે પણ ગ્રામીણ ભારતના ખેડુતો અને વૈજ્ઞાનિકો અને સંકટના એંધાણ તરીકે ઓળખાવી રહ્યા કે આ માવઠુ અલનીનોને કારણે થયુ છ.ે હજુ મોટુ સંકટ આવવાનું છે સ્કાયમેટનું કહેવું છે કે ચોમાસા ર૦૧૯ ઉપર અલનીનોની અસરઅપેક્ષાથી પણ ખરાબ રહેશે. જો આ આગાહી સાચી પડી તો દેશમાંં ફરી દુષ્કાળના ડાકલા વાગશે.

મુંબઇ સ્કાયમેટના વાઇસ પ્રેસીડન્ટ શ્રી પાલાવતે જણાવ્યું છે કે અલનીનો ર૦૧૯ના જૂન-સપ્ટેમ્બરના નૈઋત્યના ચોમાસા ઉપર ધાર્યા કરતા વધુ ખરાબ અસર સર્જી શકે છ.ે

અલ-નીનોના અસ્તિત્વની હવે ઔપચારિકરૂપથી જાહેરાત થઇ ગઇ છે સતત ૩ મહિનાથી પ્રશાંત-પેસીફીક મહાસાગરમાં ત્ર ચરણોમાં સરેરાશ ઉષ્ણાતામાન ૦.પ ત્રણ ડીગ્રી સેલ્સીયસ ઉપર રહ્યું છે.

ગયા અઠવાડીયા પછી આ અઠવાડીયામાં પેસીફીક સમુદ્રની સપાટીનું તાપમાન સરેરાશથી સતત ઉપર રહ્યું છે.

નીનો ઇન્ડેકસ ૩.૪માં તાપામાનની સ્થિતિ ભારતના ચોમાસા માટે ખૂબ મહત્વની હોય છે.

હવે ર૦૧૯ ના ઉનાળામાં અલ-નીનો અસ્તિત્વમાં રહેવાની સંભાવના વધીને ૬૦ ટકા થઇ ગઇ છે ચોમાસામાં પણ આ જ સ્થિતિ રહેશે. તે પછી સામાન્ય ગીરાવટ આવશે. પરંતુ શિયાળામાં પણ અલ નીનોના અસ્તિત્વની સંભાવના પ૦ ટકા છે.

આગામી ભારતીય ચોમાસા માટે ચિંતાનો જે વિષય છે તે અલનીનોના પ્રકાર છે. ત્રણ પ્રકારના અલનીનો હોય છ.ેસામાન્ય, કૈનોનિક અને મોડોકી અલ-ઁનીનો ર૦૧૯ માં મોડોકી ટાઇપનો અલનીનો રહેશે જેને લીધે પેસીફીક સમુદ્રનો મધ્ય ભાગ બાકીના ભાગો કરતા વધુ ગરમ રહેશે અને આ સ્થિતિમાં પેસીફીક સમુદ્રના મધ્ય ભાગમાંથી નિકળતા ગરમ પવનો દક્ષિણ એશિયા તરફ વળી જશે જેને લીધે ભારતમાં સામાન્ય અલ-નીનોના મુકાબલે આ વર્ષે વરસાદમાં મોટી ખાધની આશંકા સ્કાયમેટના શ્રી પાલાવતે દર્શાવી છે.

ર૦૧૯ ના આ અલ-નીનોને સાધારણ અલ-નીનો માનવામાં આવે છે .પરંતુ તેનો પ્રકાર ''મોડોકી અલ-નીનો'' ધ્યાનમાં રાખતા આ વર્ષે અલનીનોની અસર ધાર્યા કરતા ખરાબ ના રહે તેવી ભીતિ શ્રી પાલાવતે દર્શાવી છે આ સ્થિતિને  નજર સમક્ષ રાખી સ્કાયમેટે ચોમાસાની આગાહી કરતી વખતે બતાવેલ કે આ  વર્ષે ચોમાસું નબળું રહેશે અને નૈઋત્યના ર૦૧૯ ના ચોમાસામાં સરેરાશ વરસાદ ૯૩ ટકા જેવા દેશમાં પડશે. પ ટકા એરર માર્જીન બતાવેલ છે.(૬.૯)

આકરા તાપ માટે તૈયાર રહો : કાલથી ફરીથી વધશે ગરમી

અમદાવાદ, તા. ૧૮ : રાજયમાં માવઠાને કારણે ઠંડક પ્રસરી ગઇ છે જેના કારણે મોટાભાગનાં વિસ્તારોમાં તાપમાન નીંચુ આવતા ગરમી દ્યટી છે. બુધવારે અમદાવાદમાં વાદળિયું વાતાવરમ રહ્યું હતું. શહેરમાં ઠંડા પવન આવવાને કારણે મહત્ત્।મ તાપમાન ૫.૨ ડિગ્રી ગગડીને ૩૪.૬ ડિગ્રી નોંધાઇ હતી. જયારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે શુક્રવારથી એટલે આવતી કાલથી રાજયમાં ગરમી વધવાની શકયતાઓ છે.  બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડામાં મૃત્યું પામેલા પરિવારને સહાયની મદદ કરી હતી. મહત્વનું છે કે મંગળવારે આવેલા વાવાઝોડાને કારણે મૃત્યુ પામેલા સ્વજનના પરિવારજનોને રાજય સરકારના રૂ.બે લાખ અને કેન્દ્ર સરકાર બે લાખ એટલે કુલ ચાર લાખ સહાયપેટે ચૂકવશે.  મંગળવારે વાવાઝોડા, વીજળી પડવાને કારણે રાજયમાં ૧૧ નાગરિકોના મૃત્યું થયા હતા. આ કુદરતી આફતમાં જે નાગરીકોના મૃત્યુ થયા છે તેમના પરિવારને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૂપિયા બે લાખની સહાય આપવાનું જાહેર કર્યું હતું. વાવાઝોડાને પરીણામે જે વિસ્તારોમાં ખેતીને નુકશાન પહોંચ્યુ છે તેનો સર્વે કરવા માટે પણ સંબંધિત અધિકારીઓને સુચના આપ્યાનું જણાવતા રૂપાણીએ સર્વે બાદ જરૂરિયાત મુજબ તેમાં પણ સહાય આપવાનું ઉમેર્યુ હતુ. વાવાઝોડાને કારણે જેમણે જીવ ગુમાવ્યો છે તેવા નાગરીકોના પરિવારને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ.બે લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. તે પણ ચૂકવવામાં આવશે. વાવાઝોડા અને માવઠાને કારણે ઉત્ત્।ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે ખેતરના ખળાથી લઈને માર્કેટયાર્ડમાં વેચવા માટે મૂકેલા કપાસ, તમાકુ, જીરું, દ્યઉં જેવી જણસીઓને નુકશાન પહોંચ્યાના અહેવાલો છે.

(12:16 pm IST)