મુખ્ય સમાચાર
News of Thursday, 18th April 2019

તોફાનના તાંડવ બાદ સતાવશે ગરમી : તાપમાનનો પારો 40ને પાર પહોંચશે

નવી દિલ્હી :દેશના ચાર રાજ્યોમાં વાવાઝોડાએ ઘણા ઉત્પાત મચાવ્યો છે જેમાં 60 લોકોના મોત નીપજ્યા છે.જયારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે પાક અને સંપત્તિને પણ નુકશાન થયુ છે. કમોસમી વરસાદે લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ત્યારે  હવે હવામાન વિભાગે માહિતી આપી છે કે તોફાન હવે લોકોને હેરાન નહિ કરે પરંતુ હવે ગરમી વધશે. વિભાગ મુજબ આજથી જ પૂર્વી ભારતને છોડીને દેશના મોટાભાગના સ્થળોએ હવામાન પણ ગરમ થવા જઈ રહ્યુ છે અને ક્યાંક ક્યાંક પારો ચાલીસને પાર જ રહેશે

   હવામાન વિભાગે આજે પણ ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં ક્યાંક ક્યાંક 60-70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલતી હવાઓની શંકા વ્યક્ત કરી છે અને લોકોને સતર્ક રહેવા માટે કહ્યુ છે.

  હવામાન વિભાગે કહ્યુ છે કે પહાડી વિસ્તારોમાં આજે પણ હવામાન બગડવાની પૂરેપૂરી સંભાવના છે એટલા માટે આજે હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પૂર્વી રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઝારખંડ, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, તટીય કર્ણાટક, તમિલવાડુ તેમજ કેરળમાં 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી પવનો સાથે વરસાદ આવી શકે છે.

(11:49 am IST)