મુખ્ય સમાચાર
News of Tuesday, 18th February 2020

દુલ્હન માટે યુવકે કરી એવી-એવી વિચિત્ર ડિમાન્ડ, વાયરલ થઇ રહી છે આ જાહેરાત

નવી દિલ્હી, તા.૧૮: ન્યૂઝપેપર અને મેટ્રિમોનિયલ સાઇટ પર મનપસંદ જીવનસાથી માટે જાહેરાત આપવી સામાન્ય વાત છે. અહીં લોકો પોતાની જાણકારી સાથે સાથે પોતાના ભવિષ્યના જીવનસાથી વિશે પણ લખે છે કે તેમના સાથીમાં કયા ગુમ હોવા જોઇએ. આવી જ એક મેટ્રિમોનિયલ જાહેરાત સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

યુવકે જાહેરાતમાં વિસ્તારે જણાવ્યું છે કે તેની થનાર પત્ની કેવી હોવી જોઇએ. આ જાહેરાત ૩૧ વર્ષના અભિનવ કુમાર નામના શખ્સે પી છે. જાહેરાતમાં લખ્યું છે કે તેને બ્રાહ્મણ, ગોરી, સુંદર, વફાદાર, વિશ્વાસપાત્ર, સારસંભાળ રાખનાર, અમીર, પાવરફુલ અને વર્કિંગ દુલ્હન જોઇએ છે.

જાહેરાત અનુસાર, અભિનવ કુમાર પોતે હજુ કોઇ કામ નથી કરતો. જો કે અભિનવની માંગ અહીં જ પૂરી નથી થતી. તેની થનાર દુલ્હનમાં દેશભકિતની ભાવના હોવી જોઇએ. દુલ્હન ભારતની સૈન્ય અને ખેલ ક્ષમતાઓને વધારવામાં રસ ધરાવતી હોય.

આ ઉપરાંત, દુલ્હન એકસટ્રીમિસ્ટ થવાની સાથે વિનમ્ર અને બાળકનું પાલનપોષણ કરવામાં એકસપર્ટ હોવી જોઇએ. દુલ્હનને લઇને આ વિચિત્ર માંગો ચર્ચાનો વિષય બની ગઇ છે અને સોશિયલ મીડિયા પર આ યુવકને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

જો કે જાહેરાતથી તે સ્પષ્ટ નથી થઇ રહ્યું કે આ જાહેરાત કયારની છે પરંતુ સોશિયલ મીડિયા પર એક યુઝરે તેનો ફોટો શેર કર્યા બાદ લોકો તેના પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. કેટલાકં યુઝર્સ મજા લઇ રહ્યાં છે, કેટલાંક ગુસ્સે થઇ રહ્યાં છે તો કેટલાંક લોકો આ જાહેરાતને ફેક ગણાવી રહ્યાં છે.

(3:38 pm IST)