મુખ્ય સમાચાર
News of Tuesday, 18th February 2020

જે સમાજમાં મહિલાઓને અગ્ર સ્થાન મળે છે તે સમાજ તમામ ક્ષેત્રે પ્રગતિ કરે છે : અબુધાબીની મુલાકાતે આવેલા ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઇવાન્કા ટ્રમ્પનું ઉદબોધન : માથે સ્કાર્ફ રાખી ઉઘાડા પગે મસ્જિદમાં ગયા

અબુધાબી : તાજેતરમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઇવાન્કા ટ્રમ્પએ અબુધાબીની મુલાકાત લીધી હતી તથા વ્યવસાયી અને અગ્રણી મહિલાઓને ઉદબોધન કર્યું હતું
તેમણે જણાવ્યું હતું કે જે સમાજમાં મહિલાઓને અગ્ર સ્થાન મળે છે તે સમાજ તમામ ક્ષેત્રે પ્રગતિ કરે છે.અમેરિકામાં મહિલાઓ તથા પુરુષો વચ્ચેનો વેતન ભેદ મોટા ભાગના રાજ્યોમાં દૂર થઇ ગયો છે તમામ ક્ષેત્રે મહિલાઓ અગ્ર સ્થાન ભોગવી રહી છે.
તેમણે ઉમેર્યું હતું કે યુ.એ.ઇ સરકારે પણ મહિલાઓના હિતમાં અમુક નવા કાયદાઓ અમલી બનાવ્યા છે જે હિતાવહ છે.

(11:55 am IST)