મુખ્ય સમાચાર
News of Monday, 18th February 2019

પુલવામાં હુમલોઃ ભારતીય સેના દ્વારા કારગીલ જેવા મીની યુદ્ધની સંભાવના

૪ વિકલ્પો ખુલ્લાઃ મિસાઇલ, બોફોર્સ સર્જીકલ, સ્ટ્રાઇક અને ફાઇટર પ્લેન દ્વારા આતંકી કેન્દ્રો નષ્ટ કરવા ઉપર વિચાર

જમ્મુઃ સુરેશ ડુગ્ગરઃ ખુલવામાં હુમલાનો મુંહતોડ જવાબ દેવા માટે સજા અને પ્રતિકારથી ભારત પાકિસ્તાન ઉપર કલાચ હુમલો નહી કરે પણ હવે એટલું નકકી થઇ ગયું છે કે સીમા ઉપર કારગીલ જેવુ લઘુ યુદ્ધ થઇ શકે છ.ેઆવું થવાની સંભાવના એટલે વ્યકત કરાવા લાગી છે. કેમ કે કેન્દ્ર દ્વારા લીલી ઝંડી મળી ગઇ છે. અને ભારતીય સેના હુમલાનો જવાબ દેવાની તૈયારી છ.ે

સુરક્ષા અધિકારીઓએ નામ ન દેવાની શરતે જણાવેલ કે કેન્દ્ર તરફથી આ સંબંધમાં લીલીઝંડી મળી ગઇ છે. વિશ્વાસનીય સુત્રના જણાવ્યા મુજબ ભારતીય જવાનો જવાબી કાર્યવાહીની તૈયારીમાં લાગી ગયા છ.ે ઉપરાંત સેનાના નોર્ધન કમાનમં તૈનાત ઘણા ઓફીસરો પણ આ પરકારના સંકેત આપી રહ્યા છે. પહેલા પણ ઉરી હુમલા બાદ સર્જીકલ સ્ટ્રાઇકની જવાબદારી નોર્ધન કમાન્ડને સોંપાયેલ જે તેમણે સુપેરે પાર પાડેલ.

સીમા ઉપરના મોરચામંથી મળતી માહીતી મુજબ ભારતીય સેના પાકિસ્તાનને સજા દેવાના ધ્યેય સાથે કેટલાય વિકસ્પો ઉપર કામ કરી રહી છે.સુત્રો મુજબ જવાબી હુમલો કરવાના ઘણા વિકલ્પો વિચારાધીન છે રાજનિતિક અને કુટનિતિક મોરચાના સિવાય સૈન્ય સ્તરે પણ પાકિસ્તાનને પુલવામાં હુમલાનો પાઠ ભણાવવા તૈયારી ચાલુ છે સૈન્ય મોરચા ઉપર જે સુચનો જવાબી કાર્યવાહી માટે આવી રહ્યા છે. તેનું પરિણામ અંતમાં ભરપૂર યુદ્ધજ  નિકળે છે.

કાશ્મીરમાં સ્થિત આંતકી પ્રશિક્ષણ કેન્દ્રો નષ્ટ કરવા સુચવાયેલ ૪ વિકલ્પોમાંંથી એક જમીનથી જમીન ઉપર હુમલો કરનાર બ્રમ્હોસ અને પૃત્વી મિસાઇલોનો ઉપયોગનો છે જે પુરી રીતે અમેરિકાના તર્જ ઉપર કરવાની વાત કરાઇ રહી છે. આ સલાહ આપનારનું કહેવું છે ક તે કાશ્મીરની અંદર સ્થિત પ્રશિક્ષણ કેન્દ્ર વધુ ઉંડાઇમાં નથી અને બ્રમ્હોસ અને પૃથ્વી જેવી મિસાઇલ તેને પૂરી રીતે અચુક નિશાન લગાવવામાં પોતાની અહમ ભૂમિકા નિભાવી શકે છે.

ત્રણ પ્રકારના અન્ય વિકલ્પોમાં ભારતીય સેનાને ખુલ્લી છુટ દેવાનો છે જેનો અર્થ સર્જીકલ સ્ટ્રાઇક ભારતીય સેના એલઓસીને પાર કરી ર૪ કલાકમાં આતંકી પ્રશિક્ષણ કેન્દ્રોને નષ્ટ કરી પરત ફરે. આ કમાન્ડો કાર્યવાહી હશે. જયારે બધા પ્રશિક્ષણ કેન્દ્ર એલઓસી પાર પાક કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં જ છ.ે પણ પહેલી સર્જીકલ સ્ટ્રાઇક પછી પાકિસ્તાની સેનાનું સર્તક થયા બાદ આ વિકલ્પને વ્યવહારીક નથી મનતો.

સેનાને બોફોર્સ તોપનો પણ ખુલીને ઉપયોગ કરવાની મંજુરીનો પણ વિકલ્પ પણ છે. જે અંતર્ગત એલઓસીથી ૧૮ થી ર૦ કિ.મી.દુર સ્થિત કેટલાક પ્રશિક્ષણ કેન્દ્રો ઉપર મોર્ટાર, બોફોર્સ તોપથી હુમલો કરાય બોફોર્સ તોપ પર્વતોમાં ર૮ થી ૩૦ કિ.મી. દુર સુધી ત્રાટકી શકે છે એલઓસી ઉપર બોફોર્સ તોપોની ગોઠવી દેવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા મુજબ આ સિવાય ભારતીય વાયુસેનાનો ઉપયોગ આતંકી પ્રશિક્ષણ કેન્દ્રોને તહેશનદશ કરવાનો વિકલ્પ પણ સૈન્ય કારવાઇ હેઠળ ખુલ્લો છે. પ્રશિક્ષણ કેન્દ્રો પર હવાઇ હુમલો કરવાનો જે વિકલ્પ અપયાો છે તેમાં એ જણાવયું છે કે મિરાજ ર૦૦૦ તથા સુખોઇ વિમાનોનો ઉપયોગ કરવામાં આવે જે અચુક નિશાન સાધવા તથા ઉંડાઇ સુધી હુમલો કરવામાં સક્ષમ મનાઇ છે જો કે આના માટે બન્ને વિમાનોને જમ્મુ-કાશ્મરીના બધા સૈનિક એરપોર્ટનો ઉપયોગ કરવો પડશે.(૬.૨૨)

(4:25 pm IST)